હળવદમાં નરાધમોએ હદ વટાવી.. ગૌવંશના પગ કાપી નાખ્યા !!

હળવદ પંથક ગૌવંશ ઉપર કહેર વરસ્યો હોય તેમ હુમલાઓની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું છે. હળવદ પંથકમાં અત્યાર સુધીમાં ગૌવંશ ઉપર સંખ્યાબંધ હુમલાઓની ઘટના વચ્ચે રૂવાડા કંપી ઉઠે તેવી બર્બરતાં ભરી ઘટના સામે આવી છે.પોલીસનો ડર જ ન હોય તેમ નરાધામોએ હવે તો હદ કરી નાખી છે.જેમાં હળવદના પાલાસણ ગામે એક ગૌવંશના પગ કાપી નાખ્યા હતા.પાલાસણ ગામે છેલ્લા થોડા સમયના અંતરાલમાં ગૌવંશ ઉપર હુમલાની આ ત્રીજી ઘટના સામે આવી છે.

અત્યાર સુધીમાં હળવદ પંથકમાં ૨૫ થી વધુ ગૌવંશ ઉપર હુમલો થયો હતો.આ ગૌવંશ ઉપર હુમલાઓની ઘટના સામે ગૌપ્રેમીઓ ઉકળી ઉઠ્યા હતા.અગાઉ પોલીસને રજુઆત કરી તેમજ ગૌવશ ઉપર હુમલો કરનાર બેને પકડી પાડ્યા છતાં નરાધમોને પોલીસનો ડર જ ન હોય એમ બેફામ બન્યા છે.જેમાં થોડા દિવસો અગાઉ હળવદના પાલાસણ ગામે છ જેટલા ગૌવંશ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં ત્રણ ગૌવંશ ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો હતો અને બીજા ત્રણ ગૌવંશ ઉપર ઘાતકી હથિયારોથી હુમલો કરી પગમાં ગંભીર ઇજા કરી પગને ભાંગી નાખ્યા હતા તેમજ હમણાં એક ગૌવંશ ઉપર કોઈએ ધારીયાના ઘા ઝીકયા હતા.આ ઘટનાથી હજુ લોકોને કળ વળી નથી ત્યાંજ આ પાલાસણ ગામે વધુ એક ગૌવંશ ઉપર હુમલાની ઘટના બહાર આવી છે જેમાં આ ગામમાં એક ગૌવંશના પગ કાપી નાખ્યા હતા.જો કે ગૌવંશ ઉપર હુમલા કરતા નરાધમો બેફામ બનીને અધમ કૃત્ય આચરી રહ્યા હોવા છતાં પદાધિકારીઓ અને અધિકારીઓ ખામોશ રહેતા લોકોમાં આક્રોશ ફેલાયો છે.

ગૌવશ ઉપર સતત હુમલાઓથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગૌપ્રેમીઓએ ગૌવંશના હુમલાઓ અટકાવવા પોલીસ નક્કર કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

ગૌવંશ પર હુમલા કરનારા શખ્સો પર જવાબદાર અધિકારીઓ દ્વારા કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ સાથે એકતા એજ લક્ષ સંગઠનના કાર્યકર્તાઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી

Loading...