ગોજારી ઘટનામાં તંત્રના હવાતીયા: ધરપકડના નામે નાટક યોજાયું!!

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મધ્ય રાત્રે લાગેલી આગમાં પાંચ દર્દી જીવતા ભુજાયા’તા

સીટની તપાસમાં કારણો જબરજસ્ત પરંતુ કલમ જામીન લાયક

અગ્નિ કાંડ મુદ્દે પોલીસે દાખવેલી બેધારી નીતિ ચર્ચાસ્પદ બનવા પામી

પડદા રે પડદા પડદે કે પિછે પડદાનશી હૈ સવાલ એ ઉઠે છે કે તપાશનીશ સીટની તપાસમાં આઇ.સી.યુ.માં લગાવેલા પડદાથી સીસીટીવીમાં ઘટના કેદ થઇ નથી આગમાં ભુંજાયેલા પાંચ દર્દી મોતને ભેટયા છે ત્યારે સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાશે કે પડદો પાડી દેવામાં આવશે તેવા સવાલો સાથે પડદા નશીન કૌન! તે તપાસનો વિષય છે.

મવડી વિસ્તારના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગત ગુરૂવારે આઇસીયુ વિભાગમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાની સારવાર લઇ રહેલા પાંચ દર્દીઓ ભડથું થઇ ગયાની ગોઝારી ઘટનામાં તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી તપાસ હાથ ધરાતા ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના સંચાલક ડો. પ્રકાશ મોઢા સહિત પાંચ ડોકટરો સામે આઇપીસી કલમ ૩૦૪ (એ)મુજબ ગુન્હો નોંધી ડો. પ્રકાશ મોઢા, તેના પુત્ર ડો. વિશાલ મોઢા તથા ડો. તેજશ કરમટાની અટકાયત કરી પુછપરછ હાથ ધરાઇ છે. અગ્નીકાંડની ઘટનામાં આ ત્રણેય ડોકટરની તપાસના અંતે ધરપકડની કાર્યવાહી કરાશે. બીજી બાજુ સીટના સુત્રોના જણાવ્યા અનુસાર આગ લાગવા પાછળનું કારણ ઇલેકટ્રીક એન્જિીનીયર તથા એફએનએલના અભિપ્રાય પણ સ્પસ્ટ થશે. તપાસનીસ ટીમ દ્વારા બનાવ સમયે હાજર હોસ્પિટલ સ્ટાફ, ફાયર બ્રિગેડ સ્ટાફ, હોસ્પિટલને મળેલી મંજૂરી ને લગતા દસ્તાવેઝ પુરાવાઓ એકપ્રીત કરી જરૂરી નિવેદનો નોંધવામાં આવ્યા છે. હોસ્પિટલના સીસીટીવીના રેકોડીંગ, ડીબીઆર કબ્જે લઇ એફએલએલ ગાંધીનગર ખાતે પરીક્ષણ માટે મોકલાયા છે.

મૃતકોનાં પી.એમ. રીપોર્ટમાં કેશુભાઇ અકબરીનું ગુંગળામણના કારેણે મૃત્યુ થયાનું તથા અન્ય રામશીભાઇ લોહ, રસીકભાઇ અગ્રાવત, સંજયભાઇ રાઠોડ તથા નીતીનભાઇ બદાણીનું દાઝી થવાથી મૃત્યુ થયાનું બહાર આવ્યું છે.

પોલીસ તપાસ દરમિયાન હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડનું ઇમરજન્સી એકઝીટ બંધ હાલતમાં હતુ ઉપરાંત તેના દરવાજા પાસે મશીનોની આડશથી અવરોધ ઉભો કરાયાનું નજરે પડયુ હતું. વેન્ટીલેશન પણ ન હોવાથી ધુવાડો થવા પામ્યો હતો. મોટી માત્રામાં સેનેટાઇઝર જેવા પ્રવાહી જોવા મળ્યા હતા. હોસ્પિટલમાંથી બહાર નિકળવા ઇમજન્સી દરવાજો ન હતો. ફકત ચાર ફુટની પહોળાઇ ધરાવતાં પગથીયા વાટે જ ચડવા ઉતરવાની વ્યવસ્થા હતી. ગ્રાઉન્ડ ફલોરમાં નજીકના બે દરવાજા અપાયા હતા. પરંતુ ત્યાં કોઇ જાતના ફાયર સાઇન બોર્ડ કે અન્ય રીફલેકટર દ્વારા ઇમરજન્સી એકઝીટ દર્શાવાયુ ન હતું. તાલીમનાં આધારે ફરજ પરના સ્ટાફે ફાયર એસ્ટીગ્યુશસ્ટનો ઉપયોગ કરી શકયા નથી. ઇમરજન્સી રેસ્કયુ અંગે સ્ટાફને કોઇ તાલીમ જ નથી અપાઇ. હોસ્પિટલમાં ફાયર સફેટીની ગાઇડ લાઇનનું પાલન કરાયું નથી. સહિતની ઘોર બેદરકારી બહાર આવી છે. પોલીસે ગોકુલ લાઇફ કેર પ્રા.લી.નાં ચેરમેન ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાળ મોઢા, ડો. તેજશ કરમટા, ડો. તેજસ મોતિવારસ અને ડો. દિગ્વીજયસિંહ જાડેજાની વિરૂદ્ધ માલવીયાનગર પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી પી.આઇ. જે.વી. ધોળાને તપાસ સોંપાઇ છે. અગ્નીકાડના હૈયું હચમચાવનારા બનાવ અંગે પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા એસઆઇટીની રચના કરાઇ છે. જેના અધ્યક્ષ તરીકે નાયબ પોલીસ કમીશ્ર્નર મનોહરસિંહ જાડેજા ઝોન-૨ તથા અભ્યસ તરીકે મદદનીશ પો.કર્મી જે.એસ.ગેડમ દક્ષીણ વિભાગ તથા એસઓજી પી.આઇ. રાવલની નિમણુંક કરાઇ છે.

કોરોનાના આક્રમણથી તંત્ર હેબતાઇ ગયુ!!

કોવિડ સેન્ટરોમાં દર્દીઓનું ગીધડાઓની માફક આર્થિક શોષણ!!

કોરોનાના આક્રમણથી સરકારી હોસ્૫િટલો દર્દીઓથી ઉભરાતા તંત્ર હેળતાય જતા કોવિડ હોસ્૫િટલો અને કોવિડ સેન્ટરો (હોટલો) ખોલવા ગીધડાઓ ડ્રાઉ ડ્રાઉ કરવા માટે મંજૂરી માટે દોડી ગયા હતા જેમાં કોવિડ સેન્ટરો (હોટલ)મા દર્દીઓને ખેરખર દાખલ કરવાની જરૂર હતી પરંતુ સારવારના નામે મહામારીમાં તબીબો માનવતા નેવે મુકી ગીધડાઓની માફક દર્દીઓ આર્થિક શોષણ કર્યાનું બહાર આવ્યું હતું. તંત્ર દ્વારા તપાસના મે હવાતિયા કર્યો હતા. હોસ્પિટલના આઇ.સી.યુ.ની આંગકાંડની પાંચના મોતની ઘટનાથી તંત્રે બોધ પાઠ લેવો જરૂરી બન્યો છે. તેમજ હરિફાઇમાં આગળ નિકળવાને બદલે કોન્ટીટીને બદલે કવોલીટી વર્ક કરવા હોસ્પિટલ સંચાકલો માટે બોધપાઠ લેવા જેવો કિસ્સો બન્યો છે.

અગ્નિકાંડની તપાસમાં પોલીસે આગ ઠારી!!

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલનાં આઈસીયુ વિભાગમાં હૈયું હચમચાવનારા સર્જાયેલા અગ્નિકાંડની તપાસમાં હોસ્પિટલ સંચાલકોની બેદરકારીની સનસનીખેજ વિગતો બહાર આવતી જાય છે. ખુબીની વાત તો એ ગણાય કે ૫૭ દર્દીઓની કેપેસીટી ધરાવતા આઈસીયુમાં કોઈ ઈમરજન્સી દરવાજો જ ના હતો. ઓટોમેટીક સ્પ્રીંકલ સિસ્ટમ જે બેથી વધુ માળ હોય ત્યાં વ્યવસ્થા કરવી ફરજીયાત હોય છે પણ આવી વ્યવસ્થા જોવા મળી નથી. શોર્ટ સર્કિટનું ખરૂ કારણ શોધવામાં પીજીવીસીએલ તથા ઈલેકટ્રીક ઈન્સ્પેકશન વિભાગ હજુ સુધી નિષ્ફળ રહ્યો છે. સરકારે કોવિડ હોસ્પિટલોની આડેધડ મંજુરીઓ આપી ડોકટરોના ખિસ્સા છલોછલ કરવા માર્ગ મોકળો બનાવ્યો પણ સેફટીની સુવિધા અંગે કોઈ તકેદારી રખાઈ નથી. સેફટી સુવિધા અંગે મોટાભાગની હોસ્પિટલો મીડું હોવાનું પણ બહાર આવ્યું છે. સારવારના ઓઠા હેઠળ જધન્ય અપરાધ જેવી ઘટનાને હળવી નજરથી લેવાઈ હોય તપાસની કાર્યવાહી પણ શંકાસ્પદ જણાઈ રહી છે.

Loading...