Abtak Media Google News

ગીર સોમના જિલલામાં ભારે વરસાદ તથા આરોગ્ય વિભાગ રોગચાળા અટકાયતી કામગીરીમાં લાગેલ હોય વાતાવરણમાં સુધારો તથા તા ૨૬ જુલાઈ ૨૦૧૮ના રોજ ગીર સોમના જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન શરૂ કરેલ છે. આ અભિયાનને જાહેર જનતા તા શાળા સંચાલકોએ આવકારી આજે એક જ દિવસમાં ૯ માસ થી ૧૫ વર્ષ સુધીના ૭૫૪૫ બાળકોને ઇન્જેક્શન આપી ઓરી અને રૂબેલા જેવા રોગી રક્ષિત કરેલ છે. સોશ્યલ મિડિયામાં આ રસી વિષે ફેલાવાતી ખોટી અફવાઓને ફગાવી ગીર સોમના જિલ્લાના વાલીઓ તેમના બાળકોને ઇન્જેકશન ધ્વારા રસી અપાવી રહેલ છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો બી.એલ.આચાર્યએ લોકોને અપીલ કરતા જણાવેલ કે, હાલ સોશ્યલ મીડિયામાં લોકોને આ રસી વિષે ગુમરાહ કરતા મેસેજ વાયરલ થયેલ છે. ઓરી અને રૂબેલા ઇન્જેકશની બાળકોને આડઅસર થાય છે જે ગેરમાર્ગે દોરનારી વાતો છે,  આ રસીની ગુણવત્તા સારી છે આ ઇન્જેક્શન ગુજરાતમાં ૫૦ લાખી વધારે બાળકોને અપાયેલ છે અને આપણા દેશમાં પણ ખાનગી ડોક્ટર્સ દ્વારા આ રસી ઘણા સમયી અપાય રહી છે.

આ રસી ખુબજ સુરક્ષીત છે તે પ્રમાણિત થાય છે. તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા, યુનિસેફ, યુએનડીપી જેવી સંસ્થાઓ પણ સહયોગી છે. બાળરોગ નિષ્ણાતની સંસ (આઈએપી) અને ઇન્ડિયન મેડીકલ એસોસિએશન(આઈએમએ) દ્વારા પણ આ અભિયાનને સર્મન અપાયુ છે અને જણાવેલ છે કે બાળકને આ રસી ભૂખ્યા પેટે ન લેવી જેથી બાળકને જે દિવસે રસીકરણ નાર હોઈ ત્યારે નાસ્તો કરાવીને રસીકરણ કરાવવા અને ખોટી અફવાઓ ધ્યાને ના લઈ આરોગ્ય વિભાગને સહકાર આપવા ડો. આચાર્યએ વિશેષ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.