Abtak Media Google News

બુધવારે દેવડી મુબારકથી રેલી યોજી ઉગ્ર રજુઆત કરાશે

સુરત દાઉદી વ્હોરા સમાજના મહાન અગ્રણી ઉધોગપતિ અને દાનવીર બદરીભાઈ બેસવાળા અને તેમના અંગત સગા-સાથીદારો પર તાજેતરમાં સુરતમાં તેમના ઘર ઉપર જ બહોળી સંખ્યામાં અસામાજિક તત્વોની ટોળીએ તિક્ષણ હથિયાર વડે હુમલો કરતા દેશભરના વ્હોરા બિરાદરો સ્તબ્ધ બની ગયા હતા.

આ હુમલા પ્રકરણના કેટલાક આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. કેટલાક આરોપીઓ ખુલ્લેઆમ રખડતા હોવા છતાં હજુ પણ પોલીસે તેમની ધરપકડ ન કરતા તેના વિરોધમાં આગામી તા.૧૫ને ગુરુવારના રોજ બદરીભાઈના હજારો અનુયાયીઓ દ્વારા દેવડી મુબારકથી સુરતની કમિશનર કચેરી સુધી એક મૌન રેલી કાઢી ગુનેગારોને જલ્દી પકડવામાં આવે અને તેમને આકરી સજા થાય એવી માંગ કરવામાં આવશે.

આ અંગે સુરતની દાળીયા શેરીમાં આવેલ મુવર્સ મેન્શનમાં વ્હોરા બિરાદરોની એક બેઠક યોજાય હતી. જેમાં આવેદનપત્ર અને મૌન રેલી યોજવાનું નકકી થતા આ મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. બદરીભાઈ વ્હોરા સમાજના બાવનમાં અને ત્રેપનમાં ધર્મગુ‚ નજીક હોવાથી સમાજના અનેક ગરીબ જરૂરીયાતમંદ લોકોને રહેઠાણ શિક્ષણ, રોજગાર જેવા માધ્યમોમાં કરોડો રૂપીયાની મદદ કરી છે.

આના કારણે દાઉદી વ્હોરા સમાજમાં મોખરાનું સ્થાન છે અને તેમનો પડયો બોલ ઝીલાય છે. જોકે તેમની ઉપર હુમલો થયો તે પૂર્વે બદરીભાઈને એક ટ્રસ્ટમાંથી હાંકી કઢાયા અને એક અખબાર પર કરોડોનો માનહાનીનો દાવો કર્યો તેવી વાતોની હાલ ચર્ચા વચ્ચે બદરીભાઈને ગુંડાઓનો ખૌફ હોય એમ અંગત સીકયુરીટી સાથે ઝાંપાબજાર સુરતમાં આવેલ તેમના મકાન બદરી પેલેસમાં છે.

ત્યારે સલાબતપુરા પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધાય છે. તેના આરોપીઓને પકડવા માટે પોલીસ ઠેર-ઠેર છાપા મારી રહી છે ત્યારે સુરતમાં વ્હોરા સમાજની રેલી અને આવેદનપત્ર આપવામાં આવે તે પહેલા પોલીસ તમામ આરોપીઓને પકડે છે કે કેમ તે તરફ સૌની નજર મંડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.