ધ્રોલ પંથકમાં એક કલાકમાં ૪ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ખેડૂતો પાયમાલ…

તાત્કાલીક વળતર ચૂકવવા મુખ્યમંત્રીને યાર્ડ ચેરમેન રસીક ભંડેરીની રજૂઆત

ધ્રોલ તાલુકામાં કમોસમી વરસાદ પડવાથી ખેડુતોને મોટાપાયે મગફળી, કપાસ અને કઠોળના પાકને નુકશાન થયેલ છે. ધ્રોલ તાલુકામાં સરેરાશ એક કલાકમાં ૪ ઈંચ જેટલો વરસાદ પડેલ છે. જેના લીધે ખેડુતોને કાઢેલ મગફળીના પાથરા તેમજ કપાસ અને કઠોળના ઉભા પાકને પારાવારનું નુકશાન થયેલ છે. અને આ નુકશાનથી ખેડુતો ઉભા થઈ શકે તેમ નથી અને ખેડુતોના મોંમા આવેલ કોળીયો ઝુંટવાઈ ગયેલ છે.

મુખ્યમંત્રી કિશાન સહાય યોજના હેઠળ આ નુકશાનીનું તાત્કાલીક સર્વે કરાવી સરકાર દ્વારા ખેડુતોને મદદ‚પ થવા માયે બનાવેલ યોજનાનો લાભ તાત્કાલીક ધ્રોલ તાલુકાના ખેડુતોને મળે તેવી મારી માંગણી છે. તો આ અંગે માર્કેટીંગ યાર્ડ દ્વારા મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રીને ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રસીક ભંડેરી દ્વારા રજૂઆત કરવામાંઆવી છે.