ગોંડલના દેરડી કુંભાજીમાં ગ્રામજનોએ સવા મણ લાડુ અને મહા આરતી સાથે રામમંદિર ભૂમિપૂજનને વધાવ્યું

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે બપોરે રામજી મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાથે સાથે કાર સેવકો અને ગામ દ્વારા સવા મણ લાડુનું પ્રસાદ બનાવી અને ગામમાં વહેંચવામાં આવ્યો હતો અને રામજી મંદિરે મહાઆરતીનું આયોજન થયું હતું તેજ સમયે પંચાયત ઓફિસના માઈકમાંથી આરતીનો નાદ કરવામાં આવ્યો હતો. તેમાં આખા ગામના લોકોએ પોતાના ઘરે થાળી અને વેલણ જેવા જુદા જુદા વાદ્યો વગાડી અને અયોધ્યામાં જે રામ મંદિર ભૂમિ પૂજન બપોરે સાડાબારે ચાલુ થયું હતું તેને લોકોએ વધાવ્યું હતું. મહા આરતી મા દેરડી કુંભાજી ગામનાં સરપંચ શૈલેષ ભાઇ ખાતરા, મંડળીનાં પ્રમૂખ જગદીશ ભાઇ ગોળ, તાલુકા ભાજપ ઉપ-પ્રમુખ ચિરાગભાઇ ગોળ મંદીરનાં પુજારી ભરત ભાઇ અગ્રાવત, દેરડી સ્વામિ વિવેકાનંદ યુવા કેન્દ્રનાં સભ્યો, દેરડી રાષ્ટ્રિય સ્વય સેવક સંઘ પરિવાર તથા દેરડી કુંભાજી ગામનાં લોકો જોડાયાં હતા.

Loading...