Abtak Media Google News

ગેરકાયદેસર દબાણ કરેલ જમીન સ્વૈચ્છાએ ખાલી કરવા તંત્રની અપીલ

સરકારની માલીકીની જમીનમાં કોઇપણ ઇસમ દ્વારા ગેરકાયદેસર બીનઅધિકૃત પેશકદમી કરવામાં આવે તો તેવા દબાણો દુર કરવાની સ્થાઇ  સુચનાઓ છ ભુજ શહેર અને તાલુકામાં લોકો તરફથી જુદી જુદી જગ્યાએ વાણિજય – કોમર્શીયલ હેતુ માટે ગેરકાયદેસર દબાણ કરેલ હોવાનું જાણવા મળેલ જે અન્વયે ભુજ મઘ્યે સરપટ નાકા બહાર ખાવડા રોડ રેલવે ક્રોસીંગની બાજુમાં તપાસ કરાવવામાં આવતા રેસ્ટોરન્ટ, ફરસાણ, મીઠાઇ, ફર્નીચર, પાન સેન્ટર, કપડાની દુકાન તથા કરીયાણાની દુકાન વિગેરેનું ગેરકાયદેસર વાણિજય પ્રકારના કુલ ૧૧ દુકાન દબાણમાં જણાતા દબાણો દુર કરવા મનીષ ગુરવાની આઇ.એ.એસ. મદદનીશ કલેકટર ભુજ-કચ્છની સુચના મુજબ સીટી સર્વે સુપ્રિ. ભુજ તરફથી નોટીસ આપવામાં આવેલ હતી. સરપટ નાકા બહાર ખાવડા રોડ પરના ગેરકાયદેસર વાણિજય દબાણો આશરે પ (પાંચ કરોડ રૂપિયા) ની બજાર કિંમતની અંદાજીત ૨૨૫૦.૦૦ ચો.મી. જમીન દબાણકારો તરફથી સ્વૈચ્છાએ ખુલ્લી કરવામાં આવેલ છે. મનીષ ગુરવાની મદદનીશ કલેકટર ભુજ દ્વારા સ્પષ્ટ પણે જણાવવામાં આવેલ છે કે ભુજ શહેરી વિસ્તારમાં થઇ રહેલ દબાણો અને અનઅધિકૃત બાંધકામો બાબતે પણ આજ રીતે ખુલ્લા કરાવવાની કામગીરી સતત ચાલુ રહેશે. અને આ પ્રકારના દબાણ અંગેની પ્રવૃતિઓ કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. જરુર પડયે સરકાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવેલ છે.

દબાણ હટાવ અંગેની કામગીરી સીટી સર્વે વિસ્તારમાં આવેલ હોઇ, જેમાં શૈલેષભાઇ પંડયા, સીટી સર્વે સુપ્રિ. ભુજ તથા યુ.એ. સુમરા, મામલતદાર ભુજ, વી. કે. પટેલ, શીરસ્તેદાર સીટી સર્વે ભુજ, પીજીવીસીએલ નગર પાલિકાની સંયુકત ટીમથી દબાણ હટાવ કામગીરીમાં જોડાયેલ હતી પરંતુ દબાણો દારોએ સ્વૈચ્છાએ દબાણો દૂર કરેલ છે. જેથી તંત્રને આ વખતે દબાણ દૂર કરવા બુલડોઝર ફેરવવાનો વારો આવેલ નહિ. જેથી તંત્ર તરફથી દબાણ કારોને સ્વૈચ્છાએ દબાણ દૂર કરી વહીવટી તંત્રને સાથ સહકાર આપવા અપીલ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.