Abtak Media Google News

તા.૧લી મે ગુજરાત રાજય સ્‍થાપના દિન નિમિત્તે રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ સુજલામ સુફલામ જળ અભિયાનમાં અમરેલી જિલ્‍લો પણ જોડાયો છે. રાજય સરકારના દીર્ઘદ્રષ્‍ટિભર્યા નિર્ણયથી આશિર્વાદસમા જળ અભિયાન અંતર્ગત ઠેર-ઠેર તળાવ-ચેકડેમ અને નદી ઉંડા ઉતારવા સહિતના કામો હાથ ધરવામાં આવ્‍યા છે.

અમરેલી જિલ્‍લામાં તળાવ-ચેકડેમ અને નદી ઉંડા ઉતારવા સહિતના ૫૫૮ કામોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

અમરેલી તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૧૬ અને શહેરીકક્ષાના ૧ એમ કુલ ૧૭ કામો પ્રગતિ તળે છે અને ૪૮ કામો પૂર્ણ થયા છે. જયારે વડીયા-કુંકાવાવ તાલુકામાં ૧૨ કામો પ્રગતિ તળે છે ૧૪ કામો પૂર્ણ થયા છે.

લાઠી તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૨૭ અને શહેરીકક્ષાના ૨ કામો પ્રગતિ તળે છે અને ૪૦ કામો પૂર્ણ થયા છે.  બાબરા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૧૧ પ્રગતિ તળે છે અને ૩૬ કામો પૂર્ણ થયા છે.

ધારી તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૧૧ અને શહેરીકક્ષાના ૧ કામ પ્રગતિ તળે છે અને ૨૨ કામો પૂર્ણ થયા છે. બગસરા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૮ અને શહેરીકક્ષાના ૪ કામો  પ્રગતિ તળે છે અને ૨૪ કામો પૂર્ણ થયા છે.

રાજુલા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૨ કામો પ્રગતિ તળે છે અને ૨૨ કામો પૂર્ણ થયા છે. જાફરાબાદ તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૪ કામો પ્રગતિ તળે છે અને ૩૩ કામો પૂર્ણ થયા છે. ખાંભા તાલુકામાં ૪ કામો પ્રગતિ તળે છે અને ૧૩ કામો પૂર્ણ થયેલ છે.

સાવરકુંડલા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૧૫ અને શહેરીકક્ષાએ ૧ કામ પ્રગતિ તળે છે અને ૨૬ કામો પૂર્ણ થયા છે. જયારે લીલીયા તાલુકામાં શરૂ કરેલ ૧૦ કામો પ્રગતિ તળે છે અને ૧૨ કામો પૂર્ણ થયેલ છે.

અમરેલી જિલ્‍લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તા.૨૮ મે-૨૦૧૮ની સ્‍થિતિએ, મનરેગા યોજના હેઠળના ૧૨૪ કામો અને ગીર પૂર્વ વન વિભાગ-ધારી દ્વારા એક કામ પૂર્ણ થયું છે અને ૧૪ કામો સહિત કુલ ૨૫૪ પ્રગતિ હેઠળ છે અને ૩૦૪ કામો પૂર્ણ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.