કોઈ એક વિચારમાં

440

સમયના આ સંગાથમાં,

એકલતના આ સાથમાં,

કરું છું હું અનેક વાતો,

કોઈ એક વિચારમાં.

સફળતા શોધી રહ્યો છું,

અભિલાષાઓ ભૂલી રહ્યો છું,

માનવતા જોડી રહ્યો છું,

મૌનમાં બોલી રહ્યો છું,

લાગણીથી ઓળખી રહ્યો છું,

યાદોથી સમજી રહ્યો છું,

વાતોથી વિચારી  રહ્યો છું,

નિષ્ફળતાથી જીવી રહ્યો છું,

અનુભવથી જોડાય રહ્યો છું,

હાસ્યમાં મલકાય રહ્યો છું,

સંબંધોમાં સરકાય રહ્યો છું,

જીવન હું યાદોમાં વાગોળી રહ્યો છું,

ભૂલી વાસ્તવિકતા ફરી વાર,

 હું ભૂતકાળ અને ભવિષ્યકાળમાં,

જિંદગી જીવી રહ્યો છું,

કારણ,

મતલબી આ સંસારમાં ક્યાં,

કોઈ એક વિચારમાં ટકી રહ્યો છું.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Loading...