Abtak Media Google News

પઠાણને મળેલી ધમકીઓમાં કડક કાર્યવાહી કરવા માંગ

મુસ્લિમ એકતા મંચ ગુજરાતના પ્રમુખ અને સૌરાષ્ટ્રના સામાજીક આગેવાન,અગ્રણી મુસ્લિમ લીડર ઇમ્તિયાઝ પઠાણને વાંરવાર ફોન ઉપર જાનથી મારી નાખવાની મળી રહેલી ધમકીઓના બનાવમાં આજે પાલીતાણા  મુસ્લિમ યંગ ગુપ દ્વારા પાલીતાણા મામલતદાર થ્રુ ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.આ અંગેની વિગત મુજબ થોડા સમય પહેલા જામનગર તાલુકાનીની મુસ્લિમ યુવતીનું અપહરણ થયું હતું.

એફકેઝેડ

જેમાં યેનકેન પ્રકારે તંત્ર દ્વારા ઢીલી નીતિ ના આક્ષેપો સાથેની રજુઆત મુસ્લિમ સમાજ માટે કાયદાકિય લડત લડતા ઇમ્તિયાઝ પઠાણને મળતાં આ મામલે ઇમ્તિયાઝ પઠાણે જામનગર એસ.પી.ને આરોપીઓ અને તેમને મદદ કરનારાઓના નામ જોગ લેખીત ફરીયાદ કરતા જેમાં તપાસનો ધમધમાટ શરૂ થતાં શરૂઆતમાં અસામાજીક તત્વો  દ્વારા ઇમ્તિયાઝ પઠાણને ફરીયાદ પાછી ખેંચવા ફોન શરૂ કરાયા બાદ જાનથી મારી નાંખવાની ધમકીના ફોન આવતા આ અંગે ઇમ્તિયાઝ પઠાણે જૂનાગઢ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરી આ બનાવ અંગે જૂનાગઢ એસ.પી. ને પણ રજુઆત કરી હતી.આ અંગે આજે પાલીતાણા  મુસ્લિમ યંગ ગુપ  દ્વારા આવેદનપત્ર પાઠવી ઇમ્તિયાઝ પઠાણને અવારનવાર ફોન ઉપર મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓની ગંભીરતા સમજી તેમને સરકારી ખર્ચે કાયમી પોલીસ રક્ષણ આપવા અને આરોપીઓ સામે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર માં માંગણી કરી હતી. આ આવેદન મા   સમસ્ત પાલીતાણા મુસ્લિમ સમાજ ના લોકો ઉપસ્થિત રહયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.