ઈમરાન ખાનની ‘ઉલ્ટી ગીનતી’ શરૂ: પાકિસ્તાન ‘રાજકીય’ યુદ્ધની ચરમસીમાએ

વિપક્ષના નેતાઓ સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવાનો ઈમરાનનો નિર્ણય ઉથલ-પાથલ સર્જશે: તમામ સરકાર

વિરોધી પરિબળો ફઝલુર રહેમાન જેવા ક્રાંતિકારી વિચારધારાવાળા નેતા સાથે ભળીને ઈમરાનને ભારે પડશે

૧૪ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે ભારતીય ભુખંડમાંથી અલગ પડીને ભારત કરતા એક દિવસ પહેલા આઝાદ થયેલા પાકિસ્તાનની અત્યારની હાલત અત્યંત દયનીય અને મોટાપાયે રાજકીય ઘમાસાણની સ્થિતિના ઉકળતા ચરૂ પર આખો દેશ આવી ગયો હોય તેવી સ્થિતિ છે. પાકિસ્તાનની રાજકીય ત્વારીખ આમ તો મોટાભાગે લોહીયાળ જ રહેવા પામી છે.

હંમેશા આખા દેશનું લોકતંત્ર લશ્કર અને લોકતાંત્રીક નેતાઓની સાઠમારીમાં જ પિસાતી રહે છે. પરંતુ ક્યારેક લોકતંત્રની સ્થિરતા જ પાકિસ્તાનીઓ માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. અત્યારે ફરીથી પાકિસ્તાનમાં મોટી રાજકીય ઉથલ-પાથલના સંકેતો મળી ગયા છે અને ઈમરાન ખાનની ઉલ્ટી ગીનતી

શરૂ થઈ ગઈ હોય તેમ પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા અત્યારે ચરમસીમાએ પહોંચી ગઈ છે.

પાકિસ્તાન સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન ઈમરાન ખાનને કઠપુતળીની સરકાર ગણવામાં આવી રહી છે અને ઈમરાન ખાનને દૂર કરવા માટે તમામ રાજકીય પરિબળો એક થઈ ગયા છે.

સામાપક્ષે ઈમરાન ખાને પણ પોતાના શાસનની પછેડી સરકતા બચાવવા માટે વિરોધ પક્ષના નેતાઓમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, તેમના પુત્રી મરીયમ, રાજા મહમદ ફારૂક અહેમદ ખાન સહિતના નેતાઓ સામે રાજદ્રોહ જેવા ગુનાઓ દાખલ કરવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાન પીપલ પાર્ટી, અવામી નેશનલ પાર્ટી જેવા તમામ વિપક્ષો ઈમરાન ખાન સામે મોરચો માંડી ચૂકયા છે. સેહબાઝ શરીફની ૧૪ દિવસની રિમાન્ડનો પણ ભારે વિરોધ થઈ રહ્યો છે.

ફઝલુર રહેમાન જેવા ઉદામવાદી નેતાઓ કે જેમનો પ્રભાવ સમગ્ર પાકિસ્તાન ઉપર રહ્યો છે. તેમની વિચારધારા સાથે મોટાભાગના લોકો સહમત છે તેવા નેતાઓના હાથમાં સમગ્ર વિપક્ષે દોરી સંચાર સોંપી દીધો છે. બીજી તરફ ઈમરાન ખાનના વિરોધમાં નયા પાકિસ્તાનનો ઉસ્તુન સિંધ અને બલોચમાં ભારે વિરોધ થયો છે. ૨૦૧૭માં ઈમરાન ખાને શરૂ કરેલા નયા પાકિસ્તાન અભિયાનનો પાકિસ્તાનમાં જ ઉગ્ર વિરોધ થયો છે. ભૂતકાળમાં જેવી રીતે જીયા ઉલ હકે તેમના વિરોધીઓને ડામવા માટે કાયદાનો ઉપયોગ કર્યો હતો. આ જ રસ્તે જઈ રહેલા ઈમરાન ખાન માટે વિપક્ષી નેતાઓ સામે રાજદ્રોહનો ગુનો નોંધવાની કવાયત મરણતોલ સાબીત થાય તો નવાઈ જેવું નહીં.

Loading...