Abtak Media Google News

ગુરૂનાનક દેવની ૫૫૦મી જન્મજયંતી પર કરતારપુર કોરીડોર ખુલ્લુ મૂકાશે

પાકિસ્તાનમાં ઈમરાન સરકાર આવતા ભારતના પાક સાથેના સંબંધો સુધરે તેવી વાત સામે આવી હતી જોકે પાકિસ્તાનમાં કોંગ્રેસ સાંસદ નવજોત સિંહ સિધ્ધુની ‘હગ ડિપ્લોમેસી’ વિવાદસ્પદ બની હતી. ત્યારે દોસ્તીનો હાથ લંબાવવા ઈમરાન સરકારે કરતારપૂર સરહદેથી શિખોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાની મંજૂરી આપી છે.

પણ દોસ્તીનો હાથ મૈત્રીભાવ માટે જ લંબાવાયો છે કે કેમ તે અંગે હજુણ સવાલો છે. ઉર્દુ ચૌધરીએ કહ્યું હતુ કે પાકિસ્તાન તહરીખ-એ ઈન્સાફની સરકાર કરતારપૂર સાહીબે આવતા શિખો માટે વિઝા ફ્રી એન્ટ્રી માટેની સિસ્ટમ બનાવી રહી છે. તેથી ગુરૂદ્વારા દરબાર સાહિબ કરતારપૂરમાં વિઝા વગર પણ પ્રવેશ મેળવી શકાશે.

ભારત-પાકની આંતરરાષ્ટ્રીય સીમા પાસે પાકિસ્તાનના નારોવાલમાં ગુરૂદ્વારા સાહિબ શિખ જગતનો સૌ પ્રથમ ગુરૂદ્વારા કહેવાય છે. કરતારપૂર શહેરનો પાયો પણ  ગુરૂનાનકજીએ સ્થાપ્યો હતો. અને શિખ ધર્મની શરૂઆત કરી હતી માટે ભારતીય શિખો બોર્ડર પર ઉભા રહીને જ દર્શન કરે છે. બંને દેશોના શિખોની લાગણીને શસ્ત્ર બનાવી કોંગી સાંસદ અને ઈમરાન સરકાર હિપ્લોમેસીનું ઘડતર કરી રહી છે. નવજોતસિંહ પોતે પણ શિખ છે. પાકિસ્તાની પ્રધાનમંત્રીના શપથ સમારંભમાં ઈમરાનને ભેટી કોંગ્રેસના સિધ્ધુપાજી અનેક વાદ વિવાદોમાં ફસાયા હતા.

પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ હોવાને કારણે પણ કયાંક ઈમરાનને ભારત પાસેથી આશાઓ છે. ત્યારે દોસ્તીનો હાથ રાજનૈતિક રમતો હોવાની ગંધ જણાય છે. જોકે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ ઔપચારીક જાહેરાત કરવામાં આવી નથી પણ પંજાબના મીનીસ્ટર નવજોત સિંહ સિધ્ધુએ કહ્યું હતુ કે ઈસ્લામાબાદે કરતારપુર સરહદની મંજૂરી આપવાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.