આઈપીએલ પ્લે ઓફમાં મુંબઈ ઈન્ડિયન્સની નંબર વનની દોટ રોકવી અશકય!!!

કલકતાને હરાવી મુંબઈએ સતત પાંચમી જીત મેળવી

આઈપીએલની ૧૩મી સીઝન હાલ શરૂ છે ત્યારે દરેક ટીમ પ્લે ઓફમાં પહોંચવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લેતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, મુંબઈ ઈન્ડિયન્સની નંબર વનની દોટ રોકવી અશકય છે. હાલ પોઈન્ટ ટેબલ ઉપર જો વાત કરવામાં આવે તો મુંબઈ ઈન્ડિયન્સે કુલ ૮ મેચ રમ્યા છે જેમાંથી ૬માં જીત અને બેમાં હાર થઈ છે અને કુલ પોઈન્ટ ૧૨ થયા છે જેથી રનરેટની દ્રષ્ટિએ મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલ ઉપર ટોપ પર છે ત્યારે ૧૨ પોઈન્ટ સાથે દિલ્હી કેપીટલ બીજા સ્થાન ઉપર જોવા મળ્યું છે.

આઈપીએલની ચાલુ સીઝનમાં તમામ ટીમોએ ૮ મેચ રમી ચુકયા છે જેમાં ટોપ ઉપર મુંબઈ ઈન્ડિયન્સ જયારે સૌથી છેલ્લે કિંગ્સ ઈલેવન પંજાબ જોવા મળ્યું છે. આ આઈપીએલમાં પરફેકટ ડ્રિમ ઈલેવન જો કોઈ ટીમ હોય તો તે મુંબઈ ઈન્ડિયન્સ છે જેને રોકવી અન્ય ટીમો માટે કપરા ચઢાણ સમાન સાબિત થશે. ગઈકાલના કલકતા સામેના મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને ૮ વિકેટે હરાવી સિઝનની સતત પાંચમી જીત મેળવી છે જેથી એ વાત સ્પષ્ટ છે કે મુંબઈને હરાવવું અત્યંત કપરુ છે અને પ્લે ઓફમાં પહોંચવા માટે નંબર વન પર મુંબઈ ઈન્ડિયન્સ જ રહી શકશે. કલકતામાં સામેનો મેચ લો સ્કોર્રીંગ મેચ રહ્યો હતો જેમાં કલકતાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમમાં પેટ કમિન્સના ૫૩, મોર્ગનના ૩૯ અને શુભમન ગીલના ૨૧ રનની મદદથી ટીમ માત્ર ૧૪૮ રન જ બનાવી શકી હતી. મુંબઈ તરફથી રાહુલ ચહરે ૨ વિકેટ ઝડપી હતી જયારે બોલ્ટ, કુલટલનાઈ તથા બુમરાહે એક-એક વિકેટ ઝડપી હતી. ૧૪૯ના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી ડી કોકે સર્વાધીક ૭૮ રનનું યોગદાન આપ્યું હતું ત્યારબાદ રોહિત શર્મા ૩૫ અને હાર્દિક પંડયા ૨૧ રનનું યોગદાન આપ્યું હતું ત્યારે કલકતા તરફથી માત્ર શિવમ માવી અને વરૂણ ચક્રવર્તીએ એક-એક વિકેટ ઝડપી હતી. તમામ સ્થિતિને ધ્યાને લઈ એ વાત સ્પષ્ટ છે કે, મુંબઈ ઈન્ડિયન્સ પ્લે ઓફમાં પહોંચવા માટે નંબર વનની દોટને રોકવી અશકય છે.

Loading...