આજે જીએસટી કાઉન્સીલની અગત્યની બેઠક

કોરોનાની નુકસાની સરભર થશે?

રાજયોને ૯૭ હજાર કરોડની સહાયમાં વધારો કરી ૧.૧૦ લાખ કરોડ કરવાનો નિર્ણય

કોરોનાના કારણે રાજયોને જે જીએસટી મારફતે આવક થવી જોઈએ તેમાં ઘણોખરો ઘટાડો જોવા મળ્યો છે. જીએસટી અમલી બનતાની સાથે જ પ્રતિ માસ ૧ લાખ કરોડ રૂપિયાની આવક થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી તે શકય થઈ શકયું નથી ત્યારે રાજયોને જીએસટી કરમાં ઉદભવિત થયેલી ખાદ્યને પુરવા માટે અતિમહત્વપૂર્ણ બેઠકો જીએસટી કાઉન્સીલ દ્વારા યોજવામાં આવી છે ત્યારે બે સપ્તાહમાં સતત આજે ત્રીજી બેઠક જીએસટી કાઉન્સીલની યોજાશે જેમાં કોરોનાથી જે નુકસાની રાજયોને થવા પામી છે તેને સરભર કેવી રીતે કરી શકાય.

જીએસટી કાઉન્સીલે રાજયોને ૯૭ હજાર કરોડ રૂપિયાનું વળતર આપવાનો નિર્ધાર કર્યો હતો પરંતુ રાજયોની ભલામણના પગલે હાલ સહાય ૧.૧૦ લાખ કરોડ રૂપિયાની આપવાની મંજુરી કેન્દ્ર દ્વારા આપવામાં આવી છે. બીજી તરફ બિનભાજપ શાસિત રાજયોએ જે નાણા મંત્રાલય દ્વારા વળતર ચુકવણી યોજના માટે જે વિકલ્પો આપવામાં આવ્યા હતા તેનો અસ્વિકાર કરી કેન્દ્રને આરબીઆઈ પાસે નાણા એકત્રિત કરવા જણાવ્યું હતું ત્યારે આજની જીએસટી કાઉન્સીલની બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કોરોના કાળ દરમિયાન જીએસટી કાઉન્સીલને આશરે ૨.૩૫ લાખ કરોડ રૂપિયાની ખાદ્ય ઉભી થયેલી છે જેના ભાગરૂપે સરકાર દ્વારા સૌપ્રથમ ૯૭ હજાર કરોડ રૂપિયા આપવાનું જણાવ્યું હતું અને તેની સાથો સાથ જે કમ્પઝેશન સેસને પણ આગામી ૨૦૨૨ સુધી લાગુ કરવા જણાવ્યું હતું પરંતુ રાજયોની ભલામણને ધ્યાને લઈ સરકાર દ્વારા નાણાકિય સહાય પેટે ૧.૧૦લાખ કરોડ રૂપિયાનો નિર્ધાર કર્યો છે.

રાજયોની ખાદ્યને બુરવા સરકારે પ્રથમ ચરણમાં ૨૦ હજાર કરોડ રૂપિયા રાજયોને આપ્યા છે ત્યારે સરકારે ૨૮ ટકાના ટેકસ સ્લેબમાં રહેલા સીન ગુડ ઉપર કમ્પઝેશન સેસનો હકક રાજયોને મળવાપાત્ર રહે તે માટે આગામી ૨૦૨૨ સુધીનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આજની બેઠક બિનભાજપ પક્ષીય રાજયો માટે એટલી જ મહત્વની છે તેનું એકમાત્ર કારણ એ છે કે સરકારે જે વિકલ્પો રાજયોને વળતર સહાય માટે આપ્યા હતા તેમાંથી બિનભાજપ પક્ષીય રાજયોએ વિકલ્પોને નકારી કાઢયા હતા જેથી તેઓની લાગણી ન દુભાય તે માટે જીએસટી કાઉન્સીલ દ્વારા બેઠકો યોજવામાં આવી રહી છે. હાલ કાઉન્સીલ માટે બે છેડા ભેગા કરવા અત્યંત કપરા બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે અંતે તે વાત પર પ્રશ્ર્નાર્થ મુકવામાં આવ્યો છે કે શું કોરોનાની નુકસાની સરભર થશે કે કેમ ? જે અંગે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે.

Loading...