Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડુતોને લઈને અનેક નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે 2022 સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવા કેબિનેટે અનેક નિર્ણય લીધા છે. તેવી જાહેરાત કરાઈ છે

આ ઉપરાંત દેશમાં 20 નવી એમ્સ હોસ્પિટલ બાંધવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

Ravi Shankar Prashad
ravi shankar prashad

રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, પહેલા કૃષિ વિભાગની જે જુદી જુદી યોજનાઓ ચાલતી હતી, એવી 11 યોજનાઓ મળીને એક નવી યોજના ‘હરિત ક્રાંતિ કુષ્ણોત્તિ યોજના’ અમલી બનાવવામાં આવશે. જેમાં કેન્દ્રનું બજેટ પણ વધારી દેવામાં આવ્યું છે. હરિત ક્રાંતિ કૃષિ ઉન્નતિ યોજના માટે 2019-20 સુધી 33,273 કરોડ રૂપિયાનું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે


Cabinet Committee on Economic Affairs approves upgradation and expansion of airport infrastructure at Lucknow, Chennai & Guwahati airport: Union Minister Ravi Shankar Prasad during Cabinet briefing in Delhi pic.twitter.com/CicwjRP1gz


પ્રસાદે જણાવ્યું હતું કે, નવનિર્માણ યોજના અંગર્ગત ત્રણ એરપોર્ટ અપગ્રેડ કરવામાં આવશે. જેમાં લખનૌ, ચેન્નઈ અને ગુવાહાટી એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવશે. આ ત્રણેય એરપોર્ટને અપગ્રેડ કરવાનો ખર્ચ લગભગ 5000 કરોડ રૂપિયા આવશે.


મોદી સરકારે રાજધાની નવી દિલ્હીના નફજગઢ વિસ્તારમાં પણ એક હોસ્પિટલ બાંધવાને મંજૂરી આપી દીધી છે. જે 95 કરોડના ખર્ચે તૈયાર થશે.

તેવી જ રીતે શેરડી ક્રશિંગનો 5.50 રૂપિયા ભાવ સીધા જ ખેડુતોને જ આપવામાં આવશે. મોદી સરકારે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેશના અધ્યાદેશને પણ મંજૂરી આપી દીધી છે.

માનવામાં આવે છે કે આ બધી જાહેરાતને ચાર વર્ષ પૂર્ણ થયા ની ખુશી અને યાદગાર બનાવવા માટે કરાઈ છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.