Abtak Media Google News

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં આમ જોઈએ તો ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ સ્વતંત્ર દિવસથી શરૂ થયેલા લોકતાંત્રીક અધ્યાયના ઉદયને આજે ૭ દાયકાનો માતબર સમય વીતી ચૂક્યો છે ત્યારે હવે ભારતનું લોકતંત્ર અવશ્યપણે ‘પરિપક્વ’ની વ્યાખ્યામાં આવે. ભારતના લોકતાંત્રીક વ્યવસ્થા અને ચૂંટણીપંચની કામગીરી વિશ્ર્વના અનેક નાના-મોટા અને તાજા ઉદય પામેલા લોકતાંત્રીક રાષ્ટ્ર માટે આદર્શન પ્રેરણા સ્ત્રોત બને તેમાં કોઈ નવાઈ નથી. લોકો વડે, લોકો માટે અને લોકો થકી ચાલતી લોકશાહીનો મુળ હાર્દ દેશના નાગરિકોને સંવિધાનમાં અપાયેલા અધિકારો અને રાષ્ટ્રના વિકાસમાં તમામ નાગરિકોની વ્યક્તિગત અભિવ્યક્તિ અને ઈચ્છાઓનું અનુશાસન ચાલે તે હોય છે.

સાત દાયકાના સફર બાદ ભારતનું લોકતંત્ર હવે પૂર્ણ પરિપક્વતા તરફ આગળ વધી રહ્યું છે તેવા સંજોગોમાં તાજેતરમાં જ જાહેર થયેલા બિહાર વિધાનસભાની ચૂંટણી અને ગુજરાતની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. બિહાર અને ગુજરાતમાં સામાન્ય રીતે ભાજપ અને તેના સાથી પક્ષોને મતદારોનો સવિશેષ જનાધાર પ્રાપ્ત થયો છે. બિહારમાં સંપૂર્ણપણે મતદારોએ વિકાસવાદને પોતાની પસંદગીનું કારણ બનાવ્યું હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. જો કે બિહારના પરીણામોમાં મતદારોના વિકાસ તરફના જોકની સાથે સાથે ભાજપ અને ખાસ કરીને નિતીશકુમાર તરફે મળેલા પરીણામમાં મહદઅંશે એક જમાનાની સૌથી મોટી દિર્ધાયુ શાસક તરીકેનો અનુભવ ધરાવતી કોંગ્રેસની નબળાઈ અને આંતરીક સંકલનના અભાવનો સીધો ફાયદો ભાજપ અને એનડીએને થયાનું દેખાય છે. પરંતુ સરેરાશ બિહાર અને ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો પર વિહાંગઅવલોકન કરતા સ્પષ્ટ નજરે પડે છે કે, મતદારોની માનસીકતામાં રાષ્ટ્ર વ્યાપી ધોરણે વિકાસવાદની એક સુત્રતા જોવા મળી છે. તમામ વર્ગના મતદારોને દેશની આર્થિક, સામાજીક અને લોકતાંત્રીક વ્યવસ્થાના પ્રમોશનમાં સવિશેષ રૂચી જાગી છે. લોકતંત્રમાં છેવાડાના મતદારની લાગણી સર્વોપરી બને છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ મતદાર પર કોઈપણ પ્રકારનું દબાણ કે પ્રભાવી પરિબળોની અસર વગર પોતાનો મત આપવાનો અધિકાર મળેલો છે ત્યારે હવે કાશ્મીરથી ક્ધયાકુમારી અને ગાંધીનગરથી ગંગકોટ સુધી દેશના ચારેય ખુણામાં લોકો પ્રાદેશીક હિત, નાત-જાત, ધર્મ અને સાપ્રદાયીક વિચારધારાના વાડામાં કેદ થયા વગર વિકાસવાદ અને રાષ્ટ્રહિતમાં પોતાનો મત આપવાની માનસીકતા અને સમજ શક્તિ કેળવી ચૂક્યા છે.

બિહાર અને ગુજરાતના પરિણામોમાં ભલે રાજકીય ધોરણે ભાજપ-કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, લોક જનશક્તિ પાર્ટી, સીપીએમ, જેડીયુ જેવા રાજકીય પક્ષોના રાજકીય પ્રભાવ અને તેના સમીકરણો ધ્યાને લેવામાં આવે પરંતુ મતદાનનું પરિણામ વિકાસવાદની એકરૂપતા પર આવ્યું જ ગણાય. લોકતાંત્રીક રાજ્ય વ્યવસ્થામાં જ્યારે મતદારો વિકાસવાદની પરિપક્વતા સાથે મતદાન કરતા થાય તે રાષ્ટ્રના ભાવી નિર્માણ માટે ખુબજ ફાયદારૂપ ગણાય તેમાં બે મત નથી. બિહાર અને ગુજરાતના ચૂંટણી પરીણામો પર ‘વિકાસવાદ’ની અસર, મતદારોની માનસીકતામાં રાષ્ટ્રવ્યાપી ‘એકસુત્રતા’ લોકતંત્ર માટે સારા સંજોગોના અણસાર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.