Abtak Media Google News

કલેકટર રેમ્યા મોહનની સંવેદના સભર સહાય

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને ત્રંબા (કસ્તુરબા ધામ)માં રહેતા દિવ્યાંગ બાળકોનો રાશનનો જથ્થો ખુટી પડયો હોવાની જાણ થતાં જિલ્લા કલેકટરે તાત્કાલિક ધોરણે જથ્થો પહોંચાડવા તાકીદ કરી સંવેદના સભર સહાય પહોંચતી કરી હતી.

કસ્તુરબા ઘામ ખાતેના માનવ મંદિરમાં ૯૨ જેટલા દિવ્યાંગ બાળકો તથા સ્ટાફ સહિત કુલ ૧૦૦ વ્યક્તિઓને લોકડાઉનના લીધે જરૂરી સામગ્રીનો જથ્થો ખૂટી ગયો હોવાની જાણ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને થતાં તેમણે તાત્કાલિક ધોરણે રેશનનો જથ્થો પહોંચાડયો હતો.

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની  સુચનાથી અધિક નિવાસી  કલેકટર પરિમલ પંડયા દ્વારા તાત્કાલિક આ સંસ્થાને ૧૫૦ કિલો ઘઉં, ૫૦ કિલો ચોખા, ૧૫ કિલો મગ દાળ, તેલ સહિતનું કરિયાણું લાભાર્થીઓને પહોંચતું કરવામાં આવ્યું હતું. વધુમાં જો તેમને તૈયાર ભોજન આપવાની જરૂર હશે તો તેની પણ તૈયારી કલેક્ટર તંત્ર દ્વારા બતાવવામાં આવી છે.

કટોકટીના સમયમાં લોકોની સેવા એ જ વહીવટી તંત્રનો અંતિમ ઉદ્દેશ છે. કોઈ પણ મુશ્કેલીમાં હોય તો હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક સાધતા તેનું નિવારણ લાવવા તંત્ર કટિબદ્ધ હોવાનું જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.