ગેરકાયદે બિયારણની ટેકનોલોજીને ‘નાથી’ ખેડૂતોને સમૃઘ્ધ બનાવી શકાય

76

નવી દિલ્હીમાં ભારતીય બિયારણ કોંગ્રેસ-૨૦૨૦

ગેરકાયદે સીડ ટેકનોલોજી રોકવા કડક પગલા લેવાની જરૂર: બાયર ક્રોપ સાયન્સ

દેશભરના ખેડુતોની આવક વધારવા અને દેશમાં મુડી રોકાણ વધારવા માટે સરકારે ફુલેલી ફાલેલી ગેરકાયદે બિયારણ ટેકનોલોજી પર અઁકુશ મેળવાનો જરુરી છે  અને કાયદેસર બિયારણ અધિકાર  ધરાવનારાને રક્ષણ આપવું જોઇએ તેમ બાયર ક્રોપ સાયન્સના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીએ અત્રે જણાવ્યું હતું કે ૨૦૧૬માં મોન્ટસેન્ટોને હસ્તગત કરનાર બાયર ક્રોપ સાયન્સના મુખ્ય વહીવટી અધિકારી સિમન થોર્સન વેબુએ અત્રે યોજાયેલ ભારતીય બિયારણ કોંગ્રેસ ૨૦૨૦ દરમિયાન જણાવ્યું હતું કે, અમારી જર્મન કંપનીમાં લોકોમાં વિશ્ર્વાસ વધે તો ભારતીય ખેડૂતોને મોટો ફાયદો થઇ શકે તેમ છે.

વિશ્ર્વના મોટા દેશો અમેરિકા, બ્રાઝીલ અને આફ્રિકા દેશોની સરખામણીમાં ભારતમાં સ્થિતિ એવી છે કે ખેડૂતો કાયદેસર બિયારણ ટેકનોલોજીનો ઓછો લાભ લઇ રહ્યા છે. જેના લીધે દેશમાં ગેરકાયદે બિયારણ ટેકનોલોજીનો ફેલાવો વધુ છે.

ગુલાબી ઇયળ વગેરેને નાથતી બોલગાર્ડ-૩ ટેકનોલોજીના અમેરિકા, ઓસ્ટ્રેલીયામાં વ્યાપારીક ઉપયોગ શરુ થઇ ગયો છે. જે છોડને સુકાતો અટકાવે છે. ભારતમાં મોન્સેન્ટોએ પ્રથમ ૨૦૦૨ માં બોકાગાર્ડ-૧ અને બાદમાં ૨૦૦૬માં બોલગાર્ડ-ર ટેકનોલોજી શરુ થઇ  હતા જે હજુ ચાલુ છે.

અમે ખડરોધક ટેકનોલોજી વિકસાવી છે તેને હજુ ભારતની જીનેટીક એન્જીનીયરીંગ એપ્રુવલ કમીટીને  માન્યતા આપી નથી. એથી દેશમાં ૨૦૧૮ થી આ ટેકનોલોજીનો ગેરકાયેદે ઉપયોગ થઇ રહ્યો છે. દેશમાં આવા બિયારણનું મુળ અને વેચાણ અંગે માન્યતા મળી ન હોવા છતાં ખેડુતો તેનો ગેરકાયદે ઉપયોગ કરી રહ્યા છે આ અંગે અમે સરકાર સમક્ષ દેશમાં આ ટેકનોલોજીનો કાયદેસર ઉપયોગ થાય અને સ્થિતિ સુધરે તે માટે રજુઆત કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે જો અમને આ ટેકનોલોજીના દેશમાં માન્યતા આપવામાં આવે તો અને બે થી ચાર વર્ષમાં અમલી બનાવી શકીએ.

વધારે ઉપજ અને જોખમ ઘટાડવા ઇચ્છતા દેશના ખેડુતોને અમે સારી રીતે જાણીએ છીએ. વિશ્ર્વના કપાસ ઉત્પાદન કરતા મોટા દેશો અમેરિકા અને બ્રાઝીલ ભારતથી આગળ વધી રહ્યા છે. અને ભારતના કપાસના ભાવ પણ પુરતા મળતા નથી. ૨૦૨૮ સુધીમાં દેશમાં કપાસ વાવેતરમાં ૬૫ ટકાનો વધારો થવાની આશા હતી તેમાં માત્ર ૩૩ ટકાનો જ વધારો થયો છે.

આવા ગેરકાયદેસર બિયારણથી શુઘ્ધતા સામે શંકા જન્મે છે. રોગચાળો વધવાની શકયતા છે. ગેરકાયદે બિયારણના વ્યાપ અને ભાવ પર પણ નિયંત્રણ નથી બીટી કપાસનો ભાવ સરકારે ૪૫૦ ગ્રામના  પેકેટ દીઠ રૂ ૭૩૦ નકકી કર્યા છે. ત્યારે ગેરકાયદે એચટી કપાસ બિયારણ અત્યારે પેકેટ દીઠ રૂ ૧૦૦૦-૧૫૦૦ ના ભાવે વેચાઇ રહ્યું છે.

ઉત્પાદન ખર્ચ વધતા કપાસ બિયારણ ઉત્પાદકોએ માગ્યો ૧૦ ટકાનો ભાવ વધારો

આગામી પખવાડીયે સરકાર કરશે ભાવની સમીક્ષા

સરકારે દેશમાં આગામી જુનથી શરુ થઇ રહેલા ખેતીની નવી સીઝન માટે વાવેતર અગાઉ માર્ચ સુધીમાં બીટી કપાસના બિયારણના ભાવની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે.

બીટી કપાસ બિયારણના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને લીધે બિયારણ ઉત્પાદકોને ભાવમાં ૧૦ ટકાનો વધારો મળ્યો છે. તો કેટલાક ઉત્પાદકોએ બીટી કપાસના બિયારણનું ભાવ બાંધણું દુર કરવા માંગણી કરી છે.

ગત વર્ષે રાજયો વચ્ચે સંતુલન સાધીને બીટી કપાસના ૪પ૦ ગ્રામ પેકેટના રૂ ૭૩૦ નકકી કર્યા હતા. જે ગત વર્ષના ભાવ કરતા ૧.૩૫ ટકા ઓછા હતા.

ભારત વિશ્ર્વમાં કપાસનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ૨૦૧૯-૨૦૨૦ માં દેશમાં ૧૨૭૬૭૦૦૦ હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું. જે ગત અગાઉના વર્ષ કરતા ૬ લાખ હેકટર હતું.

Loading...