Abtak Media Google News

આતંકી ગતિવિધિઓ પર લગામ કસવા અમેરિકામાં વિઝા માટે નવા નિયમો કરાશે લાગુ

અમેરિકાના વિઝા મેળવનારા માટે હવેથી યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઈચ્છી રહી છે કે તેમના દ્વારા સોશ્યલ મિડીયા પરના રીવ્યુ ચેક કરવામાં આવે તેમજ અન્ય દેશના વિઝા ઈચ્છુકોના ઈમેઈલ એડ્રેસ અને ફોન નંબરો પર પણ નજર રાખવામાં આવે જેથી તેમની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. ટ્રમ્પ-સરકારના એડમિનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા મુલાકાતીઓની તાકાત પર પારદર્શક નજર રાખી શકાય તે માટે આ પગલા ભરવામાં આવશે.

આ અંગેની નોટીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગત ગુરુવારના રોજ ફેડરલ રજિસ્ટરમાં જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત વિઝાવાંચ્છુઓ પરની જાહેર કોમેન્ટ જોવી જ‚રી છે. તેમજ આનો અમલ હંગામી ધોરણે વાઈટ હાઉસ બજેટ ઓફિસમાંથી કરવામાં આવશે.જેથી તેની અસરકારકતા આગામી ૧૮૦ દિવસમાં કેવી છે તે જાણી શકાય. આગામી ૧૮મી મેથી વિઝાવાંચ્છુઓ પરની જાહેર કોમેન્ટ ચેક કરવામાં આવશે.

જેમણે વિઝા માટે અરજી કરેલી હોય તેમની ઓળખ પર તેમજ તેમના દ્વારા થનારી મુસાફરી પર નજર રખાશે કે જયાં આતંકી કૃત્યોના વિસ્તારમાં કરવામાં આવતી હોય. સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ નિયમનો અમલ વિઝા અરજદારોમાંથી ૦.૫ ટકા પર તેની અસર જોવા મળશે કે જેમાં અંદાજિત ૬૫,૦૦૦ લોકો છે.

અસર પહોંચે તેવા અરજદારોના કારણે વિઝાવાંચ્છુઓ તેઓના છેલ્લા પાંચ વર્ષના સોશ્યલ મીડિયાના તેમજ તમામ ફોન નંબરોની તેમજ તમામ ઈ-મેઈલ એડ્રેસોની જાણ કરવી પડશે. યુ.એસ. ક્ધસ્યુલર કાયદેસર રીતે તેમના પાસવર્ડનો ઉપયોગ તથા તેઓની પ્રાઈવસીને ખલેલ નહીં પહોંચાડશે. તેમના એકાઉન્ટ ચેક નહી કરે એમ પણ નોટિસમાં જણાવવામાં આવ્યું છે.

ગત વર્ષે કેટલાક વિદેશીઓ કે જે અમેરિકાની બોર્ડર પર જોવા મળ્યા હતા. તેમની પાસે આ માહિતીઓ માંગવામાં આવી હતી પરંતુ અગાઉના વર્ષોની માહિતી વિઝાવાંચ્છુઓ પાસે કયારેય માંગવામાં આવી ન હતી. નવા નિયમો અંતર્ગત અરજદારોએ છેલ્લા ૧૫ વર્ષ દરમ્યાન કરેલી મુસાફરીની વિગતો તથા નામ, તારીખ, જન્મ તારીખ તેમજ તેમના કુટુંબ, બાળકો તથા વર્તમાનના તેમના પતિ કે પત્નીની વિગત કે પાર્ટનરની વિગતો પણ પુરી પાડવી પડશે. અત્યાર સુધી માત્ર છેલ્લા પાંચ વર્ષોની જ માહિતી માગવામાં આવતી હતી. તેમજ તેઓના પાર્ટનરની માહિતી માંગવામાં આવતી નહતી.

સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ વધારાની માહિતી માંગવાનો તેમનો હેતુ ‘દેશમાં ફેલાતી અરાજકતા તેમજ ગેરલાયક અરજદારો દ્વારા આતંકી કૃત્ય પર લગામ તેમજ રાષ્ટ્રીય સુરક્ષાના કારણે તથા વિઝામાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે લેવાયા હોવાનું જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.