Abtak Media Google News

રસ્તા પર વહી જતુ પાણી ચેનલ (નીક) દ્વારા કુવામાં સંગ્રહિત થયું

ગુજરાતમાં વરસાદ પડે કે ન પડે પરંતુ છેલ્લે-છેલ્લે પાણીની સમસ્યા તો સર્જાય છે. જુના જમાનામાં લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરવા ભુગર્ભ ટાંકા બનાવતા હતા જે સમય જતા આ ટાંકાઓ પુરી દેવામાં આવ્યા. અમદાવાદની પોળોમાં હાલ પણ ઘણા મકાનોમાં આવા ભુગર્ભ ટાંકા છે તો બીજી તરફ આપણી ટુડ્ડપીયન સંસ્કૃતિના અવશેષો સમાન ધોળાવિરામાં પણ પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા જોવા મળી રહી છે.

૩૦૦૦ બીસી અને ૧૪૦૦ બીસી પહેલા ધોળાવીરામાં વોટર મેનેજમેન્ટ થતું હતું અને આ મેનેજમેન્ટની વ્યવસ્થા પણ આ સંસ્કૃતિમાં જોવા મળી રહી છે. હડપ્પીયનો પાણીની જાળવણી કેવી રીતે કરતા ? આ પુરાતન સંસ્કૃતિમાં પાણી સંગ્રહના કેવા સાધનો હતા ? આવા કેટલાક સવાલના જવાબો શોધવા સેપ્ટના પ્રોફેસર કાર્તિક રમન અને તેમના વિદ્યાર્થીઓ ધોળાવીરા પહોંચી ગયા.

આ ટીમે એક રસપ્રદ રિપોર્ટ આકર્યોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાન સુપ્રત કર્યો છે. ધોળાવિરા માનસર અને મનહર નદીના કિનારે સ્થિત હતું. વરસાદી પાણી તેમજ નદીના પાણીનો સંગ્રહ કરવામાં આવતો. શહેરમાં દક્ષિણ ભાગ ફરતે એક કિલ્લો તૈયાર કરવામાં આવતો જે પાણીને વહી જતુ રોકતું હતું. એકસપર્ટના જણાવ્યા પ્રમાણે આ પઘ્ધતિ પાણીને રોકવા સાથે પશ્ર્ચિમ અને દક્ષિણ વિસ્તારની એક વોટર ચેનલ તૈયાર કરાતી હતી.

પ્રોફેસર રમને જણાવ્યું કે, આ સંસ્કૃતિમાં પાણીનો પ્રવશેમર્ગ જુદા જુદા લોકેશનથી થતો હતો તો બીજી તરફ તેની જાળવણી અને ફાળવણી પણ શહેરના ચોકકસ ભાગમાં થતી જે સાંપ્રત સમયમાં આ પઘ્ધતિ ખુબ જ ઉપયોગી છે. ધોળાવીરામાં કુવાઓ પણ હતા જે પાણીના સંગ્રહ માટે ઉપયોગી હતા. ધોળાવીરામાં પાણીના સંગ્રહ માટેનું આંતરીક માળખુ સાંપ્રત સમયમાં પાણીનો સંગ્રહ કરવા માટે ખુબ જ ઉપયોગી નિવડે તેમ છે.

વધુમાં પ્રોફેસર લેયરે કહ્યું કે, ધોળાવિરાની આ પાણી સંગ્રહની પઘ્ધતિ જો હાલ નવી પઘ્ધતિ સાથે જોડી દેવામાં આવે તો શહેરના રસ્તાઓ ઉપર વહી જતા પાણીનો સંગ્રહ થઈ શકે છે અને પાણીની સમસ્યાનો કાયમી નિકાલ પણ થઈ શકે છે. પાણીના સંગ્રહ માટે વિવિધ ચેનલ બનાવી તેનો કુવામાં સંગ્રહ કરવામાં આવે તો પાણીના તળ પણ ઉપર આવશે અને પાણીની સમસ્યા સમયે સંગ્રહ કરાયેલુ પાણી પણ યોગ્ય ઉપયોગમાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.