તમારે પણ સુંદર દેખાવું છે તો વેસ્ટર્ન નહી પણ આ સ્ટાઇલ અપનાવો….

જેવું કે આપણે બધા જાણીએ જ છીએ કે સાડી પહેરવી આપણા ભારત દેશનું સૌથી લોકપ્રિય પરિધાન છે. જો કે ભારતની સાથે-સાથે અન્ય દેશની મહિલાઓ પણ સાડી પહેરે છે. સાડી પહેરવાની અલગ અલગ તરીકા અને સ્ટાઇલ છે. સાડી પહેર્યા પછી યુવતીની સુંદરતામાં અનેક ગણો વધારો થઇ જાય છે. પણ શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે આખરે સાડીમાં યુવતી સુંદર શા માટે દેખાય આવે છે?

મોટાભાગે જોવામાં આવતું હોય છે કે યુવતી લગ્ન પછી વધારે સુંદર દેખાવા લાગે છે. જેમાં મોટાભાગે શ્રેય સાડી ને જ જાય છે. જેનાથી તેનું આકર્ષણ પોતાની જાતે જ વધી જાય છે. તેનાથી વધારે સાડી પહેરેલી યુવતીઓની શાલીનતા અને ગરિમા સ્પષ્ટ દેખાય આવે છે. જો કે તે તેના પર પણ નિર્ભર કરે છે કે તમે કંઈ સ્ટાઈલથી સાડીને પહેરી રહ્યા છો.

માનવામાં આવે છે કે જયારે પણ કોઈ મહિલા સાડી પહેરે છે, તો તેના શરીર ના કર્લ્સ(ફિગર)સારી રીતે ઉભરાઈ આવે છે જેને લીધે તેનું આકર્ષણ પોતાની જાતે જ વધી જાય છે. તેની સાથે જ તેઓ પોતાની ઉંમરથી થોડી યુવાન પણ દેખાઈ આવે છે. જો કોઈ મહિલાએ સાડી પહેરી છે તો તેની સાથે જો તે ખુલ્લા વાળ રાખે તો તે વધારે આકર્ષક દેખાઈ આવે છે.

એવામાં સાડી પહેરતી વખતે મહિલા વધારે તૈયાર થાય છે જેની સાથે તે હાથમાં બંગળી,ગળામાં નેકલેસ વગેરે પહેરે છે જે તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરે છે. પુરુષો ની વાત કરીયે તો તેને મહિલાઓ સાડી માં વધારે સુંદર અને આકર્ષક દેખાય છે. ખાસ કરીને પુરુષ જે યુવતી ને મોટાભાગે ડ્રેસ જીન્સમાં જોતા આવ્યા છે તેને અચાનક જ સાર્ડ પહેરેલા જોવા મળી જાય તો તે નું આકર્ષણ અનેક ગણું વધી જાય છે.માટે આપણે ભારતના આ પરિધાન પર ખુબ ગર્વ લેવું જોઈએ, જે મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.

Loading...