Abtak Media Google News

જિંદગી એટલે એક એવું ચક્ર જેમાં સમય અંતરે જાણતા-અજાણતા અનેક ફેરફારો થઈ જતા હોય છે. જેની કદાચ ક્યારેય કોઇએ અપેક્ષા પણ ના કરી હોય અથવા કોઈ આવશ્યકતા પણ ના હોય. આ જિંદગીના ચક્રમાં બે વસ્તુ આ ચક્રને સતત ફરતા રહેવાનું અને નવી શરૂઆત સાથે જિંદગીને શરૂ કરવાની પ્રેરણા આપે એ બે વસ્તુ એટલે તહેવાર અને પ્રકાશ. જિંદગીને જો ખરા અર્થમાં જીવવી હોય તો સંસ્કૃતિ સાથે જીવતા અને પ્રકાશને ફેલાવતા રહેવું જોઈએ. કારણ આજ બે તત્વો એક જ જિંદગીને અનેક દ્રષ્ટાંતો દ્વારા જીવતા અને સમજતા શીખવે છે. તહેવાર જીવનનું એક એવું માધ્યમ છે જેનાથી મનુષ્યમાં સંસ્કૃતિને સમજવાની અને સાથે પ્રકાશને ઉજાગર કરવાની એક જ્યોત મનુષ્યના અંતરમાં પ્રગટે છે જેના દ્વારા મનુષ્ય પોતાના જીવનને સંસ્કૃતિ તેમજ પ્રકાશ સાથે જિંદગીની ફરી એકવાર ઉજાગર કરતા શીખવે  છે. ભારતીય સંસ્કૃતિ એ એટલી બધી અનોખી છે કે એ દરેક મનુષ્યને પોતાની જિંદગીને ફરી એકવાર તેના આગમન સાથે જીવંત કરી નાખે છે.

દિવાળી એટલે એક એવો જ પર્વ  જેમાં જિંદગીને ફરી એકવાર પ્રકાશ તરફ લઈ જવા માટે મનુષ્યને પ્રેરણા આપે છે. સંસ્કૃતિ અનુસાર જો વાત કરવામાં આવે તો આ તહેવારની ઉજવણી ભગવાન શ્રીરામ જ્યારે પોતાના ૧૪ વર્ષના વનવાસ બાદ ફરી અયોધ્યા આવ્યાં તે દિવસને મુખ્ય રીતે દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નગરવાસીઓમાં જે હરખ હતો જે  આનંદ હતો તે નગરવાસીઓએ તેના ઘર આંગણે શણગાર તેમજ દિવડા પ્રગટાવીને ભગવાન શ્રીરામને તેમની ભૂમિ પર ફરી સ્વાગત કર્યું અને પોતાનો આનંદ વ્યક્ત કર્યો અને જાણે તેમના તમામ અંધકાર ભગવાનના આગમનથી દૂર થઈ ગયા તે દિવડાને પ્રગટાવી દર્શાવ્યું હતું. આજ દિવડા અને  પ્રકાશને ઉજવતો પર્વ એટલે દિવાળી. આથી જ દિવાળીના પર્વને દીપાવલી તેમજ પ્રકાશનો તહેવાર કહેવામાં આવે છે. આ જિંદગીને દિવાળીનો તહેવાર એક એવો બોધ આપે છે કે અંધકાર એ જિંદગીના ચક્રનો મુખ્ય હિસ્સો છે. જેને દૂર કરવો ખુબ જ મહત્વનો હોય છે. જેને દૂર કરવા માટે પ્રકાશ નામના તત્વને મનમાં કેન્દ્રિત રાખવો જોઇએ કારણ અંધકાર પછી જ  પ્રકાશને માણી શકાય છે. ઈશ્વર એ અંધકાર અને પ્રકાશ આ બંનેની વચ્ચે હોય છે. જેનું સ્મરણ માત્ર આ જિંદગીને પ્રકાશના માર્ગ ઉપર લઈ જાય છે. જિંદગીના કપરા સમયમાં ઈશ્વર સ્મરણ એ જ મનના અંધકારને દૂર કરવાનું અને પ્રકાશને ફરી સ્થાપિત કરવાનું મુખ્ય માધ્યમ છે. આથી જ એવું કહી શકાય જિંદગીમાં તહેવાર નો પર્વત તે ઈશ્વર સ્મરણ સાથે સંસ્કૃતિને ફરી એકવાર મનમાં પ્રકાશિત કરવા માટે પ્રકાશ નું માધ્યમ બને છે. તહેવાર એજ સંસ્કૃતિને ફરી એકવાર જીવન સાથે જીવંત કરવા માટે એક શ્રેષ્ઠ માધ્યમ છે. અને આજ સંસ્કૃતિની એ વર્ષો પુરાણી વાતને ઈશ્વરનું સ્મરણ કરાવે અને સાથે જિંદગીમાં પ્રકાશનું તત્વ ફેલાવે એ પર્વ એટલે ભારતીય સંસ્કૃતિનો દિવાળી નો આ તહેવાર. જે જીંદગીના ચક્રને ફરી એકવાર સંસ્કૃતિ અને તહેવાર ને સમજાવી ઈશ્વરનું સ્મરણ કરાવે એવો આ તહેવાર આ ભારતીય સંસ્કૃતિનો એ દિવાળી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.