Abtak Media Google News

દંડ ચુકવવામાં જો મોડું થશે તો દંડ બમણો થઇ જશે

ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં લોકો પાણીની પણ ચોરી કરતાં હોય છે. તેમજ પાણીની નિકળતી પાઇપલાઇનમાં ભંગાલ કરી પાણીની ચોરી કરતા હોય છે. આવી રીતે ચોરી કરવાના કારણે ખરેખર જેમણે નળ કનેકશન લીધા છે. તેમને પાણી પૂરતા પ્રમાણમાં મળતુ હોતું નથી. ત્યારે આવી રીતે પાણી ચોરી કરનાર સામે સરકારે લાલ આંખ કરી છે.

ગુજરાત સરકાર  દ્વારા લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે પાણી ચોરી કરનાર વ્યક્તિને હવે પ્રતિ ૧હજાર લીટરે ૮૫ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સરકાર દ્વારા પાણીનો ચાર્જ વસુલવામાં આવે છે. તેમાં પંચાયત વિસ્તારના નળ કનેકશન ધરાવતા વ્યક્તિને પ્રતિ ૧ હજાર લીટરે ૨ રૂપિયા ચુકવવાના હોય છે. ત્યારે નગરપાલિકા વિસ્તારમાં ૪ રૂપિયા પ્રતિ ૧ હજાર લીટરે ચુકવાય છે. અને મહાનગર પાલિકા વિસ્તારમાં ૬ રૂપિયા પ્રતિ ૧ હજાર લીટરે ચાર્જ ચુકવાનો હોય છે. તેમજ ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે ૧ હજાર લીટરે ૪૨.૫ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે.

વર્ષ ૨૦૧૯માં સરકાર દ્વારા પાણી ચોરી કરનારા સામે કાયદો બનાવવામાં આવ્યો હતો. તેમજ પાણી ચોરી કરનાર સામે કડક વલણ રાખી કડક પગલા લેવાની શરૂઆત કરવામાં આવી હતી.

નર્મદા યોજના અને કલ્પસર યોજના ડિપાર્ટમેન્ટમાં થોડા સમય પહેલા જ સરકારની પાણી ચોરી માટેનો નિયમ ધ્યાનમાં આવતાં સરકાર દ્વારા નગરપાલિકા અને મહાનગર પાલિકાને પાણીચોરી રોકવા માટે કાર્યવાહી કરવાની સતા આપવામાં આવી છે. જેમાં નોડલ ઓફીસરની નિમણુક કરી છે. જે ઓફીસર પાણી ચોરી થતી હોય તેવા વિસ્તારોમાં જઇ જે તે વ્યક્તિ વિરૂધ કાર્યવાહી કરવામાં આવશે.

ડીપાર્ટમેન્ટ સેકેરેટરી ધનંજય ત્રિવેદીએ જણાવ્યુ મુજબ સ્થાન્કિ લેવએ એકબોડી બનાવી પાણીનો બગાડ અને ચોરી રોકવા માટેની કામગીરી કરવામાં આવશે. ઔદ્યોગીક ઉપયોગમાં લેવાનું પાણીનું માપ મીટર અને સાઇન્ટીફીક મેથડ દ્વારા માપણી કરવામાં આવે છે. સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા દરેક ઔદ્યોગિક વિસ્તારમાં પાણી માટેનું ઓડીટ લેવામાં આવે છે. અને ઓડીટ દરમિયાન કોઇ ઉદ્યોગ એકમ પાણીનો બગાડ કરતા માલુમ પડશે તો તેમને દંડ ફટકારવામાં આવશે. જેમાં પાણીના ચાર્જ કરતા બે ગણો ચાર્જ વસુલ કરવામાં આવશે. કોઇપણ વ્યક્તિને પાણીને લઇ દંડ ફટકારવામાં આવ્યો હોય અને દંડ ચુકવવાની સમય મર્યાદા ચુકી જાય તો દંડ બમણો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.