Abtak Media Google News

તમામ વિભાગો, રાજય સરકાર અને મિનીસ્ટ્રીને કડક સુચના, રાષ્ટ્રધ્વજના નિયમોનું સમ્માન કરવું જરૂરી

ગૃહ મંત્રાલયે દરેક રાજયો તેમજ ક્ષેત્રોમાં કડક સુચના આપી છે કે પ્રજાસત્તાક દિવસ નિમિતે પ્લાસ્ટીકના રાષ્ટ્રીય ધ્વજ લઈને નિકળનારા પર પ્રતિબંધ લગાવો. જો કોઈ પ્લાસ્ટીકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરે તો તેને જેલ ભેગા કરો. મંત્રીએ અરજી કરી હતી કે રાષ્ટ્રીય ધ્વજ દેશના લોકોની અકાંક્ષા અને આશાનો પ્રતિક છે માટે તેને યોગ્ય સમ્માન આપવું જ‚રી છે તો પ્લાસ્ટીકના ધ્વજોનો ઉપયોગ કરવો નથી.

દર વર્ષે થતું હોય છે કે લોકો ખાસ સ્કૂલ જતા બાળકોને પ્લાસ્ટીકના રાષ્ટ્રધ્વજ આપવામાં આવે છે. બાદમાં બાળકો તેને રોડ પર જ ફેંકી દેતા હોય છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે પ્લાસ્ટીકના કાગળની માફક બાયોડિગ્રેડેબલ નથી તે લાંબો સમય સુધી નષ્ટ થતા નથી માટે પ્લાસ્ટીકથી બનેલા રાષ્ટ્રધ્વજને કારણે ધ્વજનું પ્રતિમાં પણ કલંકિત થાય છે તો તેને ફેંકયા બાદ અપમાન પણ થાય છે સાથે પ્રદુષણ અને કચરો થાય છે.

સેકશન ૨ રાષ્ટ્રધ્વજના સમ્માન એકટ ૧૯૭૧ મુજબ જે કોઈ વ્યકિત જો રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચાડે, નષ્ટ કરે, તેના પર કોઈ લખાણ કરે, બોલે કે પછી કોઈપણ રીતે તેનું અપમાન કરે તો તેને ત્રણ વર્ષની જેલ અને રાશીનું ભુગતાન થઈ શકે છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો અથવા ખેલકુદ સ્પર્ધામાં કાગળ અથવા કાપડથી રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવે છે અને કાર્યક્રમ બાદ તેને ફેંકી દેવાતા નથી પરંતુ સાચવીને રાખવામાં આવે છે માટે રાજય સરકાર યુટી એડમિનિસ્ટ્રેટર અને તમામ સેક્રેટરીઓને તમામ વિભાગોને કડક સુચના આપવામાં આવી છે કે ફલેગ કોડ ઈન્ડિયાનું ઉલ્લંઘન કરવું જેની વિશ્ર્વ વ્યાપક અસરો થાય છે અને રાષ્ટ્રધ્વજની ગરીમાનો ભંગ થાય છે. જોકે સ્પર્ધકોને સાચવણીની સભાનતા નથી માટે તેને માર્ગદર્શન આપો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.