Abtak Media Google News

જેને જોવા આપણે પ્રાણી સંગ્રહાલયમાં જવું પડતું હોય, એવો અજગર ઇંગ્લેન્ડની એસેક્સ કાઉન્ટીના સાઉથએન્ડમાં એક ઘરનાં ટોયલેટમાં જોવા મળ્યો. આ ઘરમાં રહેતાં લૌરા કૉવેલનો પાંચ વર્ષનો દીકરો ટોયલેટ જવા બાથરૂમમાં ગયો અને તરત જ બૂમ પાડતો પાડતો પાછો આવી ગયો. એણે જેવું કોમોડનું ઢાંકણું ઉંચુ કર્યું એમાં મોટો અજગર જોઈને એ હેબતાઇ ગયો.

લૌરા કોવેલે કહ્યું, “ઘણા દિવસોથી અમારૂં ટોઇલેટ બંધ હતું. ફ્લશ કર્યા પછી પણ તેમાં પાણી સારી રીતે વહેતું નહોતું.” એમણે સપનેય નહોતું વિચાર્યું કે એમના ટોઈલેટમાં અજગર અટકેલો હશે. આ અજગર 91 સેન્ટિમીટર લાંબો બેબી રોયલ પાઇથન હતો. યેલ્ડમે કહ્યું કે, અજગરને કોઈ જ નુકસાન નથી થયું. ટોઇલેટમાં વાપરવામાં આવતાં બ્લીચને કારણે તેની ચામડીને થોડી અસર થઈ હતી. હાલમાં તેને એક પાળેલા જાનવરોનાં સ્ટોરમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.