Abtak Media Google News

હળદર, આદુ ને કોબીકુળના કાલેનો ઉકાળો રોગ પ્રતિકારક શકિત વધારે છે

આપણા  ઘરગથ્થુ રસોડાની સામગ્રી અને રસોડાની કાંધીમાં અનેક પ્રકારના રોગ પ્રતિકારક શકિત વધારવાના ખોરાકનો ભંડાર પડેલો રહે છીે દૈનિક આહારમાં ભરપુર વાપરવામાં આવે છે. અલગ અલગ રીતે સરળ રસ્તો રોગ પ્રતિકારક શકિત વધારવાનોએ પણ છે કે આપણે આપણા આહારકમાં આદુ, હળદર, અને કોબીફુલના શાકભાજી કાલેને ખોરાકમાં વધુને વધુ ઉપયોગ કરો.

રોગપ્રતિકારક શકિત વધારવા માટે આહારમાં પોષક તત્વોની  ખાસ જરુર હોય છે નબળી રોગપ્રતિકારક શકિતથી રોગના જીવાણુઓનો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. અહીં આપણને રોગપ્રતિકારક શકિત વધારવા માટે ઘર ગથ્થુ વસ્તુઓમાંથી ઉકાળો બનાવી ઉપયોગ કરવાનું બતાવવામાં આવ્યું છે.

અત્યારે વિશ્ર્વ સામે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ આફત બનીને સામે ઉભું છે. અને અનેક દેશોમાં કટોકટી જાહેર કરીને કોરોનાના સંક્રમણથી બચવા માટે સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરીને લોકોને ઘરમાં જ રહીને કોરોનાથી બચવાની જાહેરાત કરવામાં આવે છે. અત્યારે કોરોના વાયરસના વાયરા સાથે મોસમના બદલાવનો આ સમયગાળો નબળી રોગપ્રતિકારક શકિત ધરાવતા લોકો માટે સંક્રમણનું જોખમ વધારી દે છે.

તબીબો શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધારવાની હિમાયત કરે છે તેનો અભાવ જ ગંભીર ચેપનું કારણ બને છે જો તમે રોગપ્રતિકારક શકિત વધારવા માટે ફાફા મારતા હોય તો કયાંય દોડવાની જરૂર નથી. શરીરને અંદરથી બળવાન બનાવવા માટેની જરૂરિયાતો જવાબ અને વસ્તુઓ તમારા રસોડામાંથી જ મળી રહેશે.

રોગ પ્રતિકારક શકિત વધારવા માટે હળવદ અને આદુ બન્ને ખુબ જ જાણીતા અને સૌથી વધુ વપરાતા નુસખા છે હળદર તો આરોગ્ય રોગય પ્રતિકારક ઉપચાર તરીકે ખુબ જ મોટા પ્રમાણમાં વપરાતું હાથ વગુ ઓસડિયું બની ગયું છે.

આદુ પણ શરદી, ઉઘરસ, નાક બંધ થઇ જવું અને કોઇપણ સંક્રમણ અને પેટના અપચો અને શરદીમાં રામબાણ ઇલાજ તરીકે વાપરવામાં આવે છે.

હવે શાકભાજીમાં રહેલા નુસમા તરફ વળીએ તો કોબીકુળના રેસાવાળા ખોરાક તરીકે અને ભરપુર વિટામીન-સી ની માત્રા ધરાવતા કાલેનો ઉપયોગ શરીરની રોગપ્રતિકારક શકિતની સાથે સાથે ધસાયેલો કોષ રૂધિસોશિકાઓના નિર્માણ માટે ખુબ જ ઉપયોગી છે અને કાલેનો ઉપયોગ કરવાથી અનેક સમસ્યાઓમાં તાત્કાલીક પરિણામ મળે છે.

આદુના ફાયદાઓ:-

આદુ પાચન પ્રક્રિયાને વધુ તેજ બનાવે છે અને અનેક સમસ્યાઓના રામબાણ ઇલાજ તરીકે ઘરગથ્થુ ઉપચારના રૂપે વપરાય છે. તાવ, શરદી, ઉઘરસ, નાકબંધ થઇ જવું જેવી સમસ્યામા આદુ એક માત્ર ઇલાજ બની જાય છે.

આદુના ફાયદા જાતી લેનાર આપ મેળે ઘરનો અડધો વૈદ્ય બની જાય છે. આદુ અને સુંઠના સેવન અને તેની સલાહ આપનારને સુંઠની કટકી અને આદુની બટકી એ અનુભવી લોકો વૈદ્ય બની જાય છે. આદુને આરોગ્ય વર્ધક ખોરાક અને ઉપચાર તરીકે બીકેટલીસીનમાં સ્થાન અપાયું છે. આદુ રહેલા ઔષધીય તત્વો નોન સ્ટોરેઇટ અને રોગના જીવાણુના સંક્રમણ સામે લડનારી ઔષધી એનએસએ આઇડીએસ તરીકે ઉપયોગમાં લેવાય છે. જે તત્વો તાવ, માથાનો દુખાવો અને સ્નાયુના દુખાવામાં અસરકારક રીતે કામ  આવે છે.

હળદરના ફાયદા:-

હળદરમાં રોગ પ્રતિકારક શકિત અને એન્ટ્રી ઓકિસડન્ટ પ્રક્રિયાને વેગ આપવાની ક્ષમતા અને એન્ટિ ઓકિસડેટિવ તણાવ ઘટવાની શકિત રહેલી છે તે રોગચાળાનું સંક્રમણ અને શરીર માટે ઘાતક વાયરસ જન્ય રોગચાળા સામે રોગ પ્રતિકારક શકિત વધારે છે.

હળદરનો ઉપયોગ આંતરિક અને બાહ્ય બન્ને રીતે કરી શકાય છે હળદરના સેવનથી શરીરમાં ઉર્જા, રોગ પ્રતિકારક શકિતનો સંચાર થાય છે ત્વચાની જાળવણી સ્નાયુ અને હાડકાનો માર અને ચામડીના ડાઘા દુર કરવા માટે હળદરના લેપ કરવામાં આવે છે. હળદરને કુદરતી સૌદર્ય વર્ધક તરીકે ઉપયોગમાં લેવાની આદીકાળની પરંપરા આજે પણ જીવંત છે. લગ્નના માંડવે પહોચનાર ક્ધયાઓ- વરરાજાને પીઠી ચોળવાનો આજે પણ રિવાજ છે હળવદ, ગંગાજળ, તેલ અને ચણાના લોટ, ગાયનું દુધ જેવી વસ્તુઓના મિશ્રણથી પીઠી તૈયાર કરીને દુલ્હનને સજાવવામાં આવે છે ગમે તેવી ત્વચા હોય તો પણ પીઠી તેને તરોતાજા કરી દે છે. કાળા સિકકાને ધસી ધસીને ઉજાળો કરી શકાય આજ રીતે પીઠી ગમે તેવી વ્યકિતને મોહક બનાવવાનો ગુણ ધરાવે છે.

કોલેના ફાયદા:-

કોબી કુળના રેસાદાર વનસ્પતિ અને વિટામીન-સી થી ભરપુર કાલેમાં રહેલા એન્ટિઓકિસડેન્ટના ગુણ સમસ્યા અને તણાવ દુર કરવાની ક્ષમતા ધરાવતા હોવાનું ડો. રૂપાણી દત્તા ધરાવે છે.

કોબીના પિતરાઇ ગણાતા કાલેનો ઉપયોગ અનેક પ્રકારની આરોગ્ય સમસ્યાઓ સામે લડવાની ક્ષમતા ધરાવે છે અને આથી જ હળવદ, આદુ અને કાલેના મિશ્રણનો ઉકાળો અને તેનું સેવન રોગપ્રતિકારક શકિત વધારવા માટે ઉપયોગી છે.

આદુ, હળવદ, કાલે, સોયાબીલનનું મિશ્રણ જેવી વસ્તુઓનો ઉપયોગ અનેક ફાયદા આપે છે. આદુ, લસણ, હળદરનું મિશ્રણ અને લીમડાના પાન નારીયેળનું દુધ, કાલે અને સોયાબીનના તેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી વાનગીનો ઉપયોગ કરનારને અનેક રોગો સામે સુરક્ષિત બનાવે છે.

અત્યારે કોરોનાના સંક્રમણ અને મોસમી રોગચાળાનો વાયરો લોકોને ભયભીત બનાવી રહ્યા છે. ત્યારે શરીરની રોગપ્રતિકારક શકિત વધારવા માટે આમ તેમ કોઇ જગ્યાએ ફાઁફા મારવાની જરુર નથી.

હળવદ, આદુ અને કાલેનો ઉકાળો બનાવીને ખોરાકમાં લેવાનું શરુ કરો એટલે એન્ટિબાયોટિક દવા લેવાની જરુર જ ન રહે, રોગ પ્રતિકારક શકિત મજબુત હોય તો કોરોના તો શું એકપણ પ્રકારના વાયરસ શરીરનો વાળ પણ વાંકો ન કરી શકે. હા, પણ તમામ ઘર ગથ્થુ નુસખાનો ઉપયોગ કરતા પહેલા ભાન રાખવું જોઇએ.

અતિરેક કોઇપણ બાબતોનો સારો નહિ અમૃત ગણાતુ દુધ અપ્રમાણસર ઉપયોગ ફાયદાને બદલે નુકશાન કરે અને પ્રમાણમાં લેવામાં આવતી કોઇપણ વસ્તુ ગુણવાન બની શકે તે દરેક નુસખાની અજમાઇશમાં ઘ્યાન રાખો તો કયારેય વાંધો ન હિ આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.