એક-એક પુસ્તક ખરીદો તો ભવિષ્યની પેઢી સદા ઋણી રહેશે: મુખ્યમંત્રી

62

૨૫૦થી વધુ બુક સ્ટોલમાં પુસ્તક ખરીદી પર ૨૦ થી ૮૦ ટકા સુધીનું વળતર આપવામાં આવશે: વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત ૨૯મી જાન્યુઆરી સુધી તરવરાટ સાહિત્ય સંધ્યા, શબ્દ સંવાદ, ઓર કોર્નર એન્ટરપ્રિન્યોરશીપ સો વાર્તાલાપ સહિત બાળકોને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે

સૌરાષ્ટ્ર બુકફેર અને લીટરેચર ફેસ્ટીવલનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ.પૂ.રમેશભાઈ ઓઝાના હસ્તે ખુલ્લો મુકાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગ પુલ અને ઈન્ડોર શુટીંગ રેન્જનું લોકાર્પણ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકારના વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત સતત બીજા દિવસે આયોજીત સૌરાષ્ટ્ર બુકફેર અને લીટરેચર ફેસ્ટીવલનો શુભારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂ.રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતમાં કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે થઈ રહેલી રાષ્ટ્રીય પર્વની ઉજવણી અન્વયે પુસ્તક મેળાના આયોજની સોનામાં સુગંધ ભળી છે. જે લોકશાહીમાં પ્રજા શિક્ષીત હશે તે પ્રજા જ સમૃદ્ધ લોકશાહીની સર્જક બનવા શક્તિમાન બનશે. ભવિષ્યના ભારત નિર્માણ માટે પુસ્તક મેળો સિમા ચિન્હરૂપ સાબીત વાનો આશાવાદ વ્યકત કર્યો હતો. આજનો યુવાન વૈશ્ર્વિક પડકારોનો સામનો કરવામાં, ઉમદા ચારિત્ર્યનું નિર્માણ કરવામાં, જ્ઞાન સંવર્ધનમાં અને શિક્ષીત દીક્ષીત બનવામાં આ પુસ્તક મેળો મહત્વનો સાબીત થશે. યુવાનો આ મેળામાંથી એક-એક પુસ્તક ખરીદે તો ભવિષ્યની પેઢી તેમની સદા ઋણી રહેશે. પ.પૂ. રમેશભાઈ ઓઝાએ રાજકોટ શહેરની ધર્મેન્દ્રસિંહજી કોલેજનાં કેમ્પસમાં બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલને ખુલ્લો મૂક્યા બાદ આર્શીવચન પાઠવતા પ.પૂ. રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, પુસ્તક મેળાની મુલાકાત જાત્રા સમાન છે. સમજ અને સમાજ નિર્માણમાં સાહિત્યની ભૂમિકા અગત્યની છે. પુસ્તક સૌથી સારા અને સાચા સલાહકાર છે. પુસ્તક વિચારોનું ઘડતર કરે છે. બાળકોએ ખાસ વાંચન કરવું જોઈએ એવું ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું.

આ બૂકફેરનાં ઉદ્દઘાટન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ.પૂ. રમેશભાઈ ઓઝા સાથે કાર્યક્રમ અધ્યક્ષ રાજકોટનાં મેયર બીનાબેન આચાર્ય, મુખ્ય મહેમાન પદે સુપ્રસિદ્ધ સાહિત્યવિદ્દ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, મોટીવેશનલ સ્પીકર ડો. વિવેક બિન્દ્રા, સૌ. યુનિ. કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, કાર્યક્રમનાં મુખ્ય કોર્ડિનેટર સિન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઈ રૂપાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશ્નર ઉદિતભાઈ અગ્રવાલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, નીલેશભાઈ સોની તેમજ સૌ.યુનિ.નાં સિન્ડીકેટ સભ્યો, પ્રાધ્યાપકો અને વિશાળ સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત રાજકોટ શહેરના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત રાજય ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, નીતીનભાઈ ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ, મુખ્ય મહેમાન તરીકે ઉ૫સ્થિત રહ્યાં હતા. બૂકફેરમાં પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાનાં બે પુસ્તકો તેમજ યુવા લેખક પરખ ભટ્ટનાં પુસ્તક ‘સાઈન્ટિફિક ધર્મ’નું વિમોચન મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રાસંગિક ઉદ્દબોધન અગાઉ મા સરસ્વતીની વંદના કરીને પુસ્તક મેળાનાં વિવિધ સ્ટોલની મુલાકાત પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સંત રમેશભાઈ ઓઝાએ લીધી હતી. મુખ્યમંત્રીનું રાજકોટ મહાનગરપાલીકાના પદાધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આગેવાનો તેમજ શહેર ભાજપ સંગઠનનાં પ્રતિનિધિઓ દ્વારા ફુલહારથી સ્વાગત કરાયું હતું. આજથી રાજકોટનાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસ ખાતે શરૂ થયેલા સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલમાં તમામ લોકો તા.૨૫થી ૨૯ દરમિયાન સવારે ૧૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી નિ:શુલ્ક પ્રવેશ મેળવી પુસ્તક-સાહિત્ય મેળાનો લાભ લઈ શકશે. સતત કાર્યરત રહેનારા સૌરાષ્ટ્રનાં આ પાંચ દિવસીય શબ્દ-મહોત્સવમાં અલગ-અલગ પ્રકારની વર્કશોપ અને વકતવ્યોનું આયોજન કરવામાં આવ્યું છે.

શબ્દ, સાહિત્ય અને કલાનો ત્રિવેદી સંગમ ગણાતી આપણી સૌરાષ્ટ્ર ધરા ફરી એકવાર અનન્ય એવા બુકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલના રંગે રંગાવા જઈ રહી છે. સવારે ૧૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી સતત કાર્યરત રહેનારા સાહિત્ય અને સંસ્કૃતિનાં આ મહોત્સવમાં અલગ-અલગ પ્રકારનાં વર્કશોપ અને વકતવ્યોનું આયોજન કરવામાં આવ્યું છે. સર્જન વર્કશોપ, સાહિત્ય તરવરાટ સંઘ્યા, શબ્દસંવાદ, કિડસ વર્લ્ડ, ઓથર્સ કોર્નર, એન્ટરપ્રિન્યોરશીપ કોર્નર ઉ૫રાંતના અનેક સેસન્સ થકી સાહિત્ય કલાપ્રેમીઓની તૃષા સંતોષવા માટે વિવિધતાસભર કાર્યક્રમો ગોઠવાયા છે. જેમાં ગુજરાતભરમાંથી પોત પોતાના ક્ષેત્રનાં નિષ્ણાંતો તેમજ વકતાઓ હાજરી આપશે. આ ઉપરાંત વિખ્યાત પ્રકાશકોના ૧પ૦થી પણ વધુ બૂક સ્ટોલ, ફુડકોર્ટ બાળકો માટેના વિશેષ કાર્યક્રમો, સેલ્ફી પોસન્ટસ, કલા સાહિત્ય સમાજ જીવનના વિકાસને પ્રગટ કરતી કલાકૃતિઓ, સૌરાષ્ટ્રની ઝાંખી કરાવતું પેઈન્ટીંગ સહિતના પુષ્કળ આકર્ષણ કેન્દ્ર સાથે આગામી પાંચ દિવસનો ગાળો સૌરાષ્ટ્રની જનતા માટે તહેવાર સમાન પૂરવાર થશે. તમામ પુસ્તકપ્રેમી અને સાહિત્ય કલાનાં ઉપાસકોને સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલમાં આવવા માટેનું ખાસ આમંત્રણ આપવામાં આવ્યુ છે.

વાંચનથી વિચારો અને વિચારોથી વ્યકિત ઘડાય છે: ભાઇશ્રી

અબતક સાથેની વાતચીત દરમિયાન કથાકાર રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે પુસ્તકો દ્વારા જે જ્ઞાન મળે છે. તે ટેકનોલોજી ઇન્ટરનેટ દ્વારા કીંડલ  દ્વારા પણ મળે છે. તેનું ક્ધટેન્ટ મહત્વનું છે. જે પણ પાત્રમાં પિરસાઇ રહ્યું હોય, ગુજરાતી ભાષામાં જોઇએ તો પુસ્તક અને મસ્તક આ બન્ને શબ્દોમાં વર્ણાનુસાર નથી પરંતુ બન્નેને સિધો સંબંધ પણ છે. સારા પુસ્તકોથી સારા વિચારો ઘડાય વાંચનથી વિચારો ઘડાય વિચારથી વ્યકિત બને અને વ્યકિતઓથી દિશ્ર્વ બને એટલે કયાંકને કયાંક વિશ્ર્વના નિર્માણમાં સારા પુસ્તકોએ આપેલા વિચારોનો બહુ મહત્વનો ફાળો હોય છ. એટલા માટે આ પુસ્તક મેળો છે. તે એક તીર્થ બની જાય છે. આટલા દિવસો માટે અને તેમાં લોકો આવી કંઇક પામી અને જેમ તીર્થમાંથી જેમ ગંગાજળ, જમનાજળ સાથે લઇને જાય અથવા ભગવાનની મૂર્તિ સાથે લેતા જાય તેમ અહિંથી સારા પુસ્તકો સાથે લઇને જાય અને માત્ર વંચાઇ જાય પછી ગ્રંથાલયમાં જ નથી રહેવાનું પરંતુ હ્રદયાલયમાં વસવાનું છે. તેથી તે જીવનનો નિશ્ર્ચિત પણે હિસ્સો બની રહેવાનો છે એટલા માટે સત્વશિલ સાહિત્યનું વાંચન એ કોઇપણ સમાજ માટે ધબકતા પ્રાણ જેવું છે. યુવાનમાં હું ખુબ ક્ષમતાઓ અને અંનત સંભાવનાઓ જોઇ રહ્યો છું. સંભાવનાઓને ચરિતાર્થ કરવા માટે નિશ્ર્ચિત પણે જો કોઇ સારો વફાદાર માર્ગદર્શન હોય તો તે સારા પુસ્તકો છે. તેથી બધા યુવાનો ઓછામાં ઓછા દિવસની એક કલાક પોતાને ગમતા વિષયનું પુસ્તક વાંચે તો પોતાના જીવન નિર્માણ સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે તેની અગત્યની ભૂમિકા હશે.

Loading...