લોકડાઉન દરમિયાન થયેલી હિજરતમાં વિસ્થાપિત મજૂરોના મૃત્યુના આંકડા જ નથી તો સહાય કેમ આપવી?: સરકારનો સંસદમાં જવાબ

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારી દરમિયાન ભારતમાં અભૂતપૂર્વ રીતે સર્જાયેલા લોકડાઉન દરમિયાન મોટાપાયે થયેલી મજૂરોની હિજરત દરમિયાન મૃત્યુ પામેલા મજૂરો, શ્રમજીવીઓને વળતર આપવાનો મામલો સંસદમાં ચર્ચાયો હતો. સોમવારે શ્રમ મંત્રીએ સંસદમાં જવાબ આપ્યો હતો કે, લોકડાઉન દરમિયાન થયેલી હિજરત દરમિયાન મજૂરોના કહેવાતા મૃત્યુ અંગેના કોઈ આંકડા જ નથી તો વળતર આપવાનો પ્રશ્ન જ રહેતો નથી.

સોમવારે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે કોઈ આવા મૃત્યુની નોંધ જ નથી. હિજરત દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનના ઘર તરફ પહોંચવાના પ્રયાસો દરમિયાન મૃત્યુ થયું હોય તો તેને વળતર મળવું જોઈએ. સરકારે લોકસભાના સંસદના પ્રથમ દિવસે જ વિપક્ષના આ મુદ્દાનો લેખીતમાં પ્રતિકાત્મક ઉત્તર આપ્યો હતો.

મંત્રાલયે કબુલ્યું હતું કે, દેશમાં વિવિધ રાજ્યોમાંથી લગભગ એકાદ કરોડ લોકોએ લોકડાઉન દરમિયાન પોતાની રીતે ઘેર પહોંચવાનો રસ્તો કરી લીધો હતો.

આ સત્રમાં દેશવ્યાપી લોકડાઉન દરમિયાન સરકારે વિસ્થાપિત મજૂરોના આંકડાઓ અને ઘર સુધી પહોંચવાની વિગતો મેળવી છે કે કેમ તેવો પ્રશ્ન કર્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, સરકાર આ પરિસ્થિતિમાં વિસ્થાપિત મજૂરો તેમજ ઘેર આવતી વખતે મૃત્યુ પામ્યા હોય તો તેની વિગતો મેળવવા પ્રયાસ કરી રહી છે અને સરકારે આ અંગે આર્થિક નિષ્ણાંતોને આવા પરિવારોને મળવાપાત્ર વળતર અંગેની જાણકારી આપવા જણાવાયું હતું. કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષકુમાર ગંગવાડે જણાવ્યું હતું કે, સરકાર પાસે વિસ્થાપિત મજૂરો-કામદારોના હિજરત દરમિયાન મૃત્યુ થયાના કોઈ આંકડા જ નથી તો વળતર આપવાનો કોઈ પ્રશ્ન જ નથી.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સવારે આ અંગે વિરોધ વ્યકત કરતા જણાવ્યું હતું કે, મોદી સરકારને એ જ ખબર નથી કે, દેશમાં કેટલા વિસ્થાપિત મજૂરો ગુજરી ગયા અને લોકડાઉન દરમિયાન કેટલાક કામદારોની રોજીરોટી ગઈ. જો તમે તેની ગણતરી જ ન કરો તો મૃત્યુની કેમ ખબર પડે, આ દુ:ખદ અને સરકારની નિષ્ફળતા ગણાય. વિશ્ર્વ આખુ તેમના મૃત્યુ જોઈ રહ્યું છે અને સરકારને તેની ખબર પણ નથી.

શ્રમ મંત્રાલયનો આ જવાબ આઘાતજનક હોવાનું તેમણે જણાવ્યું હતું. કેરળના થોમસ ઈજાક પણ આ સામે ટ્વીટ કરી નારાજગી વ્યકત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની જાહેરાત કર્યા બાદ લોકો પોતાના ઘર તરફ જવા રવાના થયા હતા. આ અંગે સરકારે બચાવ કર્યો હતો કે, આવી કોઈ આંકડાકીય વિગતો ન હોવાથી વળતર આપવાનો પ્રશ્ન જ નથી.

Loading...