Abtak Media Google News

ઘણા સમયથી બિસ્માર હાઈવેનું રીપેરીંગ ન થતા લોકોમાં રોષ: સરકારને ૧૦ દિવસનું અલ્ટીમેટમ

રાજુલાથી મહુવા નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં હોવાથી વચ્ચેનાં ૧૧ ગામડાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ તમામ ગ્રામજનોએ સરકારને અલ્ટીમેટમ આપીને જો ૧૦ દિવસમાં હાઈવે રીપેર નહીં થાય તો હાઈવે ચકકાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ રાજુલા-મહુવા નેશનલ હાઈવે પર પીપ‚ (સમઢીયાળા)થી મહુવા (નેશનલ હાઈવે) વચ્ચેનો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે ત્યારે આ હાઈવે ઉપર આવેલા દેવળીયા, માળીયા, અગતરીયા, દુધાળા, વાંગર, સમઢીયાળા, દાતરડી, વીસળીયા, કથીવદર અને રાજુલાનાં ગ્રામજનોએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ જો દિવસ-૧૦માં હાઈવે રીપેરીંગનું કામ શરૂ કરવામાં નહીં આવે તો હાઈવે ચકકાજામ કરીને ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.