Abtak Media Google News

કોર્પોરેટ ધિરાણમાં મસમોટા ફટકાના કારણે બેંકોની હાલત કફોડી બને તેવી દહેશત

આગામી સમયમાં ર્અતંત્રમાં સુધારો નહીં જોવા મળે તો ૩ વર્ષની અંદર બેંકોની હાલત ખરાબ થઈ જશે. બેંકોને રૂા.૨.૫૪ લાખ જેવડી તોતીંગ રકમ નાહી નાખવાની રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. આ રકમ બેંકો પાસેથી લેવાયેલી ધિરાણના ૪ ટકા જેટલા આઉટસ્ટેન્ડિંગ જેવડી થાય છે. દેશની ૫૦૦ જેટલી કંપનીઓ દ્વારા લેવામાં આવેલું રૂા.૧૦.૫ લાખ કરોડ જેટલું ધીરાણ હવે ર્અતંત્રની તંદુરસ્તી ઉપર આધારીત બની ચૂકયું છે.

Banna

વર્તમાન સમયે ૭.૩૫ લાખ કરોડની લોન ડિફોલ્ટ જેવી છે. ૫૦૦ જેટલી મોટી કંપનીઓ દ્વારા લોનની આઉટ સ્ટેન્ડિંગ રકમનો સરવાળો ૩૯.૨૮ લાખ કરોડે પહોંચે છે. આર્થિક સ્થિતિ વધુ નબળી થશે તો ૨.૫૪ લાખ કરોડની લોન ડિફોલ્ટ બોલશે તેવું નિષ્ણાંતોનું કહેવું છે. વર્તમાન સમયે ભારતીય ર્અતંત્ર સુસ્તીના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે. આ સુસ્તી વધુ ગંભીર ન બને તે માટે એનપીએને કાબુમાં લેવાનો પ્રયાસ સરકાર તરફી થયો છે. આ ઉપરાંત બજારમાં તરલતા લાવવા પણ સરકારે બેંકોને લોન આપવાની હિમાયત કરી છે. આ સમયગાળા દરમિયાન મોટી કંપનીઓને ધીરાણ આપવામાં આવ્યું છે. તેની સ્થિતિ ખરાબ ઈ રહી હોવાની વિગતો સાંપડી રહી છે.

લાંબા સમયી સુસ્તીમાં રહેલા ર્અતંત્રના કારણે કેટલીક કંપનીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. આ કંપનીઓ દ્વારા ખાનગી અને રાષ્ટ્રીય બેંકોમાંથી કેટલાક અંશે ધિરાણ લેવામાં આવ્યું હતું. આ ધીરાણ હવે ચૂકવવું ભારે પડે તેવી સ્થિતિ છે. વર્તમાન સમયે જીપીડીનો ગ્રો નીચો રહ્યો છે. ઉત્પાદન અને માંગ વચ્ચે અસંતુલન છે. ટ્રેડ ડિફીશીટની બાબત સરકારને સતાવી રહી છે. ત્યારે કેટલીક કંપનીઓ ડિફોલ્ટ શે તો બેંકોને ૨.૫૪ લાખ કરોડનો ધુંબો લાગશે તેવું માનવામાં આવી રહ્યું છે. પરિણામે આગામી સમય બેંકો માટે મુશ્કેલ સાબીત થાય તેવું માની શકાય.

  • શેરબજારમાં ૬૫૦ પોઈન્ટનો ઉછાળો

કોરોના વાયરસના કારણે વૈશ્ર્વિક બજારો સતત ચાર દિવસ સુધી રેડમાં ટ્રેડ યા બાદ ભારતીય બજારમાં આજે થોડા અંશે ગ્રીનમાં ટ્રેડીંગ જોવા મળ્યું છે. પ્રિ ઓપનીંગમાં આવેલા ઉછાળા બાદ બજાર ૬૫૦ પોઈન્ટ અપમાં ટ્રેડ થયું હતું. નિફટી-ફીફટી ૧૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૩૭૩ અંકે ટ્રેડ થયો હતો. બીજી તરફ બેંક નિફટીમાં ૪૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. બેંક નિફટી ૨૯૫૩૧ પોઈન્ટની નજીક ટ્રેડ ઈ રહી હતી. નિફટી ૫૦૦ના શેર પણ આજે ત્તેજીમાં જોવા મળ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં ૩૦૦૦ પોઈન્ટનો જેટલો કડાકો બોલી ગયા બાદ રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા હતા. દરમિયાન આજે બજાર થોડા રીકવરી મુડમાં જણાયું હતું. જેના પરિણામે બજાર આજે ૬૫૦ પોઈન્ટ અપ રહ્યું હતું.

  • શેરબજારમાં ૧૨૦૦ પોઈન્ટની અફરાતફરી

કોરોના વાયરસના કારણે વૈશ્ર્વિક બજારો સતત ચાર દિવસ સુધી રેડમાં ટ્રેડ યા બાદ ભારતીય બજારમાં આજે સવારે ોડા અંશે ગ્રીનમાં ટ્રેડીંગ જોવા મળ્યું હતું પરંતુ બપોર સુધીમાં બજાર એકાએક ૫૦૦ પોઇન્ટ સુધી ડાઉન થઇ જતાં રોકાણકારોના શ્ર્વાસ અધ્ધર થઇ ગયા હતા. પ્રિ ઓપનીંગમાં આવેલા ઉછાળા બાદ બજાર ૬૫૦ પોઈન્ટ અપમાં ટ્રેડ યું હતું. નિફટી-ફીફટી ૧૭૦ પોઈન્ટના ઉછાળા સો ૧૧૩૭૩ અંકે ટ્રેડ યો હતો. બીજી તરફ બેંક નિફટીમાં ૪૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. બેંક નિફટી ૨૯૫૩૧ પોઈન્ટની નજીક ટ્રેડ ઈ રહી હતી. નિફટી ૫૦૦ના શેર પણ આજે ત્તેજીમાં જોવા મળ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં ૩૦૦૦ પોઈન્ટનો જેટલો કડાકો બોલી ગયા બાદ રોકાણકારોના કરોડો ‚પિયા ડૂબી ગયા હતા. દરમિયાન આજે બજાર ોડા રીકવરી મુડમાં જણાયું હતું. જેના પરિણામે બજાર આજે સવારે ૬૫૦ પોઈન્ટ અપ રહ્યું હતું પરંતુ ત્યારબાદ નીચે પટકાયું હતું. એકંદરે ૧૨૦૦ પોઇન્ટની અફરાતફરી બજારમાં જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.