Abtak Media Google News

જામનગરમાં આયાતી ઉમેદવારોના કારણે સ્થાનિક નેતાઓની નારાજગી યથાવત

રાજ્યભરમાં લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલુ છે. તેવામાં જ પાસ ક્ધવીનર હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે અને તેને જામનગરથી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જો કોઈ કાનૂની અડચણ ન આવે તો તે જામનગરથી લોકસભાની ચૂંટણી લડવા માટે ની તૈયારી બતાવી હતી.

તેવામાં જ આજથી તેને જામનગર જિલ્લાના પ્રવાસનો દોર શરૂ કર્યો હતો. આજે હાર્દિક પટેલ ધ્રોલ ખાતે લોક સંપર્ક અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની મુલાકાતે ગયા હતા ત્યારે ધ્રોલમાં પાટીદારો દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. અને હાર્દિક પટેલ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા.

સમાજના કાર્યો અધૂરા મૂકી અને અંગત સ્વાર્થ માટે રાજકારણમાં જોડાઈ ગયો છે તેવા આક્ષેપો પાટીદાર સમાજ ના લોકો દ્વારા કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલે જામનગરથી લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય તો કર્યો છે પરંતુ જામનગર જિલ્લામાં અન્ય સમાજ તો એક તરફ રહ્યા પણ પાટીદાર સમાજમાં પણ તેનો આંતરિક વિરોધ જોવા મળી આવે છે. થોડા દિવસ પહેલાં જ જામનગર શહેરમાં પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે ફરી એક વખત ધ્રોલ ખાતે હાર્દિક પટેલ વિરુદ્ધ પાટીદારોમાં નારાજગી જોવા મળી આવી હતી.

અને ફરી એક વખત આજે જ્યારે હાર્દિક પટેલ જામનગર શહેરમાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ની મુલાકાતે પહોંચ્યા ત્યારે અમુક ચોક્કસ ઉચ્ચ હોદ્દેદારોની ગેરહાજરી એ હાર્દિક પટેલ પ્રત્યેની નારાજગી સ્પષ્ટ થાય છે. એક આયાતી ઉમેદવાર તરીકે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તો સ્થાનિક નેતાઓ ને નારાજગી વ્યાજબી છે.

કાર્યક્રમ દરિયાન પુર્વ સાંસદ વિક્રમભાઈ માડમેં ક્ટાક્ષ કરતા જણાવ્યુ હતુ કે રાજકરણમા હારજીત ચાલ્યા કરે છે તે પણ ૨૦૧૪ મા સાંસદ ની ચુંટણીમા હાર્યા હતા , પરંતુ તે હાર્દિક પટેલ હારે કે જીતે જ તેવી કોઇ સ્પષ્ટતા કરી નથી પરંતુ હાર્દિક પટેલને તન , મન , ધનથી તેને પુરે પુરો ટેકો જાહેર કર્યો હતો.

તો હવે આવનારી લોક્સભા ૨૦૧૯ ની ચુંટણીમા હાર્દિક જામનગરમાથી ઉભો રહેસે તો ચુંટાશે કે ચુથાસે એ જનાદેસ જ નક્કિ કરસે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.