Abtak Media Google News

ભાજપની જીત એટલે દેશવાસીઓની જીત; નરેન્દ્ર મોદી પ્રજાએ મૂકેલા વિશ્ર્વાસને પૂર્ણ સાર્થક કરશે 

ગુજરાત રાજયની ૨૬ લોકસભા સીટો ઉપર ભાજપ પ્રચંડ બહુમતીથી આગળ વધી રહી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, ભાજપની જીત એટલે દેશવાસીઓની જીત છે. નરેન્દ્રમોદી પ્રજાએ મુકેલા વિશ્વાસને પૂર્ણ સાર્થક કરવાના છે. વધુમાં તેઓએ કહ્યું કે કોંગ્રેસ જીતે તો ઈવીએમ બરાબર છે. અને જો હારે તોઈવીએમમાંગોટાળા છે આ વાત વ્યાજબી નથી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે થઈ રહેલા જીતના જશ્નમાં જોડાયા હતાઅને જણાવ્યું હતુકે, ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો ઉપરભાજપને લીડ મળી રહી છે. ગુજરાતની જનતાએ ગુજરાતના પનોતાપૂત્ર એવા નરેન્દ્રભાઈ મોદી ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકયો છે. ત્યારે નરેન્દ્ર મોદીપણ આ વિશ્વાસને પૂર્ણ સાર્થકકરી બતાવશે.

ભાજપનું નેતૃત્વ સ્થીર, પરીશ્રમી છે ભાજપની જીત એ દેશની જનતાની જીત છે. વધુમાં તેઓએ ગુજરાતની જનતાનો આભાર વ્યકત કર્યો હતો અને કહ્યું હતુ કે ચૂંટણી વખતે ભાજપના કાર્યકરોએ જે ખંતથીકામગીરી કરી છે તેનું આજે પરિણામ મળ્યું છે. આ ચૂંટણીમાં જે હાર્યા છે. તે તેના નિષ્ફળ નેતૃત્વને કારણે હાર્યા છે. અંતમાં તેઓએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું કે જો કોંગ્રેસ જીતે તો ઈવીએમ બરાબર છે. અને જો હારે તો તેઓ ઈવીએમઉપર આક્ષેપો કરી રહ્યા છે. આકૃત્ય લોકશાહી વિ‚ધ્ધનું છે. કોંગ્રેસે હારને પણ સ્વીકારવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો ઉપર બીજા રાઉન્ડથી જ ભાજપના ઉમેદવારો આગળ રહ્યા છે. ત્યારે ઠેરઠેર ઉજવણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પણ જશ્ન મનાવાયો હતો જેમા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના નેતાઓ ઉપસ્થિતરહ્યા હતા.

જોકે રાજકોટમા કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરાના પૂત્રનું તાજેતરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાથી રાજકોટમાં ભાજપ દ્વારા વિજયત્સવ મનાવવામાં આવ્યો ન હતો તે સિવાય દરેક શહેરોમાં ભાજપની જીતને જશ્ન કરી ઉજવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.