Abtak Media Google News

રમકડાના ડ્રોન ઉડાડવા માટે પણ હવે લેવી પડશે સરકારી મંજૂરી

નવા વર્ષથી ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેરનામુ પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે કે, સમગ્ર ભારતમાં વિના મંજુરી ડ્રોન ઉડાડવું તે ગુનો બનશે ત્યારે રમકડાના ડ્રોન ઉડાડવા માટે પણ સરકારી મંજુરી લેવી અનિવાર્ય બની છે. ઉડ્ડયન મંત્રાલય દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડ્રોન ઉડાડવા માટેનાં રજીસ્ટ્રેશનો પણ શરૂ કરવામાં આવશે જે અંગે નું વેબપોર્ટલ ઉડ્ડયન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવશે. ઉડ્ડયન મંત્રી એહર દિપસિંહ પુરી એ જણાવ્યું હતું કે, ડ્રોન અંગેનું રજીસ્ટ્રેશન આગામી સપ્તાહમાં શરૂ કરાશે. ઉડ્ડયન મંત્રાલય નાં સંપર્ક સુત્રો માંથી મળતી વિગતો મુજબ જે કોઈ વ્યકિત ડ્રોન ઉડા ડવા માગતા હોય તેમને તેમનું રજીસ્ટ્રેશન, ડ્રોનનું રજીસ્ટ્રેશન અને કયાં હેતુસર ઉડાડવામાં આવશે તે અંગેની સ્પષ્ટતા કરવામાં આવશે જેથી દેશમાં ડ્રોન વપરાશકર્તાઓનો ડેટા એકત્રિત કરી શકાય. આ યોજનામાં ૨૫૦ ગ્રામથી લઈ ૨ કિલો સુધીનાં ડ્રોન માટેની મંજુરી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

7537D2F3 5

દેશભરમાં જે કોઈ ડ્રોનનો ઉપયોગ કરતા હશે તેઓને ૧ માસનો સમય આપવામાં આવશે જેમાં તેઓએ તેમનું રજીસ્ટ્રેશન અનિવાર્ય કરાવવું પડશે. વધુમાં એ વાતની પણ સ્પષ્ટા થઈ રહી છે કે જે કોઈ વપરાશકર્તાઓ ડ્રોનનો વપરાશ મંજુરી વિના કરશે તો તેઓને દંડિત પણ કરવામાં આવશે અને શું દંડ આપવો તે અંગે પણ હાલ ચર્ચા-વિચારણા ચાલુ હોવાનું સામે આવ્યું છે. ઉડ્ડયન મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, નેનો ડ્રોન્સ એટલે કે રમકડા માટે ઉપયોગમાં લેવાતા ડ્રોન કે જેનું વજન ૧ કિલો જેટલું હોય તેનું રજીસ્ટ્રેશન પણ ફરજીયાત બનાવાયું છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર ડ્રોનનાં રજીસ્ટ્રેશનમાં કોઈપણ પ્રકારની ફિ વસુલવામાં આવશે નહીં સાથો સાથ ડ્રોન ઉડાડવા માટેની ઓનલાઈન તાલીમ પણ ઉડ્ડયન મંત્રાલય દ્વારા આપવામાં આવશે ત્યારે આ તમામ પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી રહી છે અને નજીકનાં સમયમાં તેને અમલી પણ બનાવવામાં આવશે. વિશેષ રૂપથી જે કોઈ વપરાશ કર્તા ન વાડ્રોન ની ખરીદી કરશે તે જ સમયે તેઓ એ તે અંગેનું રજીસ્ટ્રેશ ન કરાવવું અનિવાર્ય બની રહેશે તથા ડ્રોન ઉપયોગ કર્તાઓ એ ડ્રોન પર ટ્રેકર પણ મુકવું ફરજીયાત બનશે ત્યારે હાલ જો ટ્રેકરનાં ભાવો વિશે વાત કરવામાં આવે તો ૫ હજારથી ૭ હજાર જેટલી કિંમતનાં ટ્રેકરો ઉપલબ્ધ છે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર ડ્રોન ઉપયોગકર્તા લોકોને સુરક્ષા પુરી પાડવા અને ડ્રોનને પણ સુરક્ષિત રાખવા માટે મુખ્યત્વે ટ્રેકરનો ઉપયોગ કરાવવામાં આવશે ત્યારે ગ્રીન ઝોન કે તે તમામ એરીયા કે જયાં ડ્રોન ઉડાડવાની પરવાનગી આપવામાં આવશે તેની ઉપર પણ દેખરેખ કરાશે. ઉડ્ડયન મંત્રી હરદિપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, કોમર્શીયલ ડ્રોન માટે પણ નવા ડ્રાફટ રજુ કરવામાં આવશે. ભારતમાં ડ્રોનની રેન્જ વિશે જો વાત કરવામાં આવે તો નેનો ડ્રોન સિવાયનાં તમામ ડ્રોનને ૫૦ ફુટની હાઈટ સુધી જ ઉડાડવા માટેની પરવાનગી આપવામાં આવશે કે જે રિમોટ પાયલોટ દ્વારા તેની જાળવણી અને ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા પણ તેની દેખરેખ કરવામાં આવશે ત્યારે ડ્રોન ઉપયોગકર્તા લોકોને ડ્રોન માટે યુનિટ આઈડેન્ટીફીકેશન નંબર પણ એનાયત કરાશે ત્યારે એ વાત સ્પષ્ટ થઈ છે કે, આવનારા સમયમાં ડ્રોન ઉડાડવા માટે સરકારી મંજુરી ફરજીયાત બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.