‘બરફ’નો જવાળામુખી ફાટયો

74

બરફમાંથી ઉઠેલા જવાળામુખીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

ધરતીના પેટાળમાં લાવા ઉકળતો હોય છે અને જે જયાં નબળુ પડ હોય ત્યાં લાવા દબાણ કરી પર્વત સ્વરૂપે ઉપસી ફાટે છે. મોટાભાગે જમીન પર જ આવી સ્થિતિ સર્જાતા હોય છે. પણ મિચિગનમાં તો બરફની સપાટી પરથી લાવા ફાટયો હતો.

પૃથ્વીનો અંદરનો ભાગ ગરમ હોય છે અને અમુક ભાગે આવી ગરમી બહાર નીકળવા પ્રયાસ કરતાં જમીન ઉચકાય છે અને પર્વતની જેમ ઉપસી ફાટે છે. ધગધગતો લાવા બહાર નીકળે છે. મોટાભાગે જયાં જમીન સામાન્ય સ્થિતિમાં હોય ત્યાં જ આવું જોવા મળે છે. તાજેતરમાં

અમેરિકાના મિચિગનમાં ઓવલ બીચ નજીક સરોવરમાં જવાળામુખી ફાટયો હતો પણ આ જવાળામુખીમાં લાવા નહીં પણ બરફ નીકળ્યો હતો. બીચ નજીક ફાટેલા આવા બરફના જવાળામુખીના વિડીયો અમેરિકાની નેશનલ લેધર સર્વિસે સોશ્યલ મિડિયા પર મુકયા છે. જેમાં એક વિડીયોમાં બરફનો જવાળામુખી ફાટતો હોવાનું જણાવ્યું છે.

હવામાનશાસ્ત્રી ટોમ નીજિઓલ જણાવે છે કે જમીન પર બરફની સપાટી નીચે પાણી જમા થાય છે અને નીચેથી દબાણ વધતા આ પાણી બરફના થરમાં કાણું પાડી ભારે દબાણથી બહાર આવે છે એને બરફનો જવાળામુખી કહેવાય છે.

જવાળામુખી સ્વરૂપે નીકળેલું આ પાર્ણી બહુ જ ઠંડુ હોય છે અને બહાર આવેલું આ પાણી થીજી જાય છે, અને પદાર્થ જેવું બની જાય છે. બરફની સપાટી પર બનેલો આવો જવાળામુખી જોખમી હોય છે. અંદરથી પોલો હોવાથી તેના પર ચડવાથી પાણીમાં ગરકાવ થઇ જવાની અને મોત થવાની શકયતા છે તેમ નિજિઓલ કહે છે. આ અંગેનો એક વિડીયો સોશ્યલ વિડીયા પર વાઇરસ થયો છે.

આ અંગે એક વ્યકિતએ લખ્યું છે કે અદભુત મેં અગાઉ આવું કયારેય જોયું નથી તો વળી અન્ય એકે લખ્યું છે કે સરોવર પરનું કેવું અદભુત દ્રશ્ય સરોવરમાં બરફ વર્ષાનું દ્રશ્યએક વ્યકિતએ લખ્યું કે બરફના પડને ચીરી બહાર આવતા પાણીનો નજારો અદભુત છે.

Loading...