Abtak Media Google News

ડુંગર દરબારમાં યોજાયેલ શીબીરમાં પૂ.રાષ્ટ્રસંત નમ્રમુની મ.સા.એ શિક્ષકોને આપ્યું માર્ગદર્શન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે આયોજિત કરવામાં આવેલી શિક્ષકો માટેની માર્ગદર્શક શિબિરમાં રાષ્ટ્રના ઘડવૈયા થવા જઈ રહેલા એવા ભાવિના હજારો શિક્ષકો એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.એડ.ડીગ્રી વિર્દ્યાથીઓને રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા.ના મુખેથી અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવતાં ઉપસ્થિત સર્વ વિર્દ્યાથીઓને ભણાવવા માટેની એક નવી દિશાપામ્યા હતાં.

રાજકોટના રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘમા ચાતુર્માસ બિરાજીત ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ. સા., રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા. આદિ ૬ સંતો તેમજ અનેક સાધ્વીરત્નાઓના સાંનિધ્યે આયોજિત આ શિબિરમાં પૂ. રાષ્ટ્રસંતે એક સક્સેસફુલ ટીચર બનવાના માસ્ટર પોઈન્ટસ આપતાં સમજાવ્યું હતું કે, એક ટીચર એ હોય છે જે વિર્દ્યાીથીઓનાં હૃદયમાં માત્ર આભાર ભાવનું સર્જન કરતાં હોય છે પરંતું જે ટીચર વિર્દ્યાથીઓના હૃદયમાં સદાને માટે પોતાના પ્રતિ ઉપકાર ભાવનું સર્જન કરે છે તે ટીચર શ્રેષ્ઠ સાબિત થતાં હોય છે. એક પથ્થરમાથી પગથિયાં પણ બની શકતાં હોય છે અને પ્રતિમાનું સર્જન પણ થઈ શકતું હોય છે. પગથિયાં કે પ્રતિમાનું સર્જન બંને શિલ્પીના જ હાથમાં હોય છે પરંતુ પ્રતિમા બનાવીને ભવોભવ માટે ઉપકારી બનનારા એવા શિલ્પી શ્રેષ્ઠ હોય છે. ટીચર ઉપયોગી બને તેનાથી વધુ ઉપકારી બને તે શ્રેષ્ઠ છે.Img 4656

ઉપસ્થિત સભાને ભારતના ભાવિના ઘડવૈયા તરીકે ઓળખાવીને વધુમાં પૂ.રાષ્ટ્રસંતે કહ્યું હતું કે, રોજગારી મેળવવા માટે માત્ર કલાસરૂમની દીવાલોને જીતી જાય તે એવરેજ ટીચર બનીને રહી જતાં હોય છે પરંતુ સ્ટુડન્ટના આજના નેચર કરતાં પણ એનું ફયુચર બતાવીને દિલ જીતી જનારા ટીચર તે વાસ્તવિકતામાં સક્સેસફુલ ટીચર બની જતાં હોય છે. સ્ટુડન્ટને ટોર્ચર કરનારા નહીં પરંતુ જીવનની પ્રેરણા આપતી ટોર્ચ જેવા ટીચર બનવાની પ્રતિજ્ઞા લેવાની પ્રેરણા રાષ્ટ્રસંત પૂ.એ કરતાં સહુએ સહર્ષ ઝીલી લીધી હતી.

આ અવસરે પૂ. વિનમ્રમુનિ મ. સા. ઉપસ્થિત સર્વને વોઈસ મોડ્યુલેશન, પાવર ઓફ પ્યુરીટી અને ફેઈલ્યોર મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની સમજ આપીને માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ લીલાવંતીબેન દવે તેમજ અન્ય સિન્ડીકેટ સદસ્યોએ રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના કરકમલમાં પુસ્તક અર્પણ કરીને અહોભાવ પ્રદર્શિત કર્યો હતો.

લીલાવંતીબેન દવે, ડો. પ્રતાપસિંહજી ચૌહાણ,ડો.  મેહુલભાઈ રૂપાણી, ડો.ધરમ કંબાલીયા, ડો.  ગિરીશભાઈ ભિમાણી, ડો. વિજયભાઈ દેસાણી, ડો. નિદ્દતભાઈ બારોટ, ડો. જનકભાઈ મકવાનાતેમજ ડો. મહેશભાઈ ચૌહાણદ્વારા સંત – સતીજીઓ પ્રત્યે આભારની અભિવ્યક્તિ કરવામાં આવી હતી.

ઉપસ્તિ યંગસ્ટર્સને પ્રોત્સાહિત કરતાં… “મને આવડે છે તે જ પરિક્ષામાં આવવાનું છે અને જે પરિક્ષામાં આવવાનું છે તે મને આવડવાનું જ છેના પૂ.રાષ્ટ્રસંતના મુખેથી બોલાયેલી પોઝીટીવ વચનો સાથે શિબિર સંપન્ન થઈ હતી. વાઇસ ચાન્સલેર નિલંબરીબેન દવે આ અવસરે વિશેષ ભાવો સથર ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.