સાલા મેં તો ‘સા’બ’ બન ગયા! યુસુફ સા’બનો ૯૭માં વર્ષમાં પ્રવેશ

262

દિલીપકુમારના ૯૭માં જન્મદિને ફિલ્મી કલાકારો, પ્રશંસકોએ વિશાળ સંખ્યામાં દીધાર્યુની શુભકામનાઓ પાઠવી

હિન્દી ફિલ્મોના ‘ટ્રેજેડી કિંગ’ ગણાતા દિલીપકુમારનો ગઈકાલે ૯૭મો જન્મદિવસ હતો. બોલીવુડમાં દિલીપકુમારનું ફિલ્મી નામ ધરાવતા યુસુફ સા’બ સેંકડો હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકયા છે. તેમના ૯૭માં વર્ષમાં ટનાટન મંગલ પ્રવેશને ધ્યાનમાં રાખીને તેમની ૧૯૭૪માં આવેલી ફિલ્મ સગીનાનું એક ગીત ‘સાલા મેં તો સા’બ બન ગયા, સા’બ બનકે ઠન ગયા, યે બુટ મેરા દેખો, એ સુટ મેરા દેખો જૈસે ગોરા કોઈ લંડન કા’ ર્યા કરે છે. આ ગીતમાં કપડા બુટી ટનાટન દેખાતા યુસુફ સા’બ ૯૭માં વર્ષે પણ શારીરિક રીતે ટનાટન દેખાય રહ્યાં છે.

ભારતીય સિનેમાના પીઢ અભિનેતા દીલિપ કુમારે ૧૧મી ડિસેમ્બરે પોતાનો ૯૭મો જન્મદિવસ ઉજવ્યો. બોલીવૂડમાં ચારેબાજુથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે. પરંતુ બોલીવૂડમાં તેમની સૌથી વધુ નજીક અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન છે.

આ દિવસે તેમના ચાહકો તરફતી સોશિયલ મીડિયા પર તેમને ઘણી શુભેચ્છાઓ મળી હતી. જેમનો આભાર પીઢ અભિનતાએ પોતાની તસવીર મુકીને માન્યો છે.

દિલીપકુમારે  ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે, ૯૭માં જન્મદિને નિમિત્તે મને ૧૦ ડિસેમ્બરની રાત્રિથી જ ફોન અને સંદેશા આવી રહ્યા છે. આ માટે હું બધાનો આભાર માનું છું. મારા માટે આ ઉત્સવનું ખાસ મહત્વ નથી. પરંતુ તમારા અસીમ પ્રેમ, સ્નેહ અને દુવાઓ જોઇને મારી આંખો કૃતજ્ઞાતાના આંસુઓથી ભીની થઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે, દીલિપ કુમારનું સોશિયલ મીડિયા પરના તમામ અકાઉન્ટને તેમની પત્ની સાયરા બાનુ સંભાળી રહી છે. હાલમાં જ્યારે લતા મંગેશકર હોસ્પિટલમાંથી સારવાર બાદ ઘરે પરત આવ્યા ત્યારે પણ દીલિપ કુમાર વતી તેમને સોશિયલ મીડિયા પરથી શુભેચ્છા આપી હતી.

Loading...