રોમાન્સ, ડ્રામા, કોમેડી અને ક્નફયુઝનથી ભરપૂર ‘હંગામા હાઉસ’ ૧૩ સપ્ટેમ્બરે રિલીઝ

166
hungry-house-released-september-9th-full-of-romance-drama-comedy-and-confusion
hungry-house-released-september-9th-full-of-romance-drama-comedy-and-confusion

ફિલ્મમાં ક્રશ, લવ અને લગ્ન બાદ ઉભા થતા ક્ધફયુઝનની કોમેડી દર્શકોને મોજ કરાવશે

ગુજરાતી અર્બન મૂવી હંગામા હાઉસ ૧૩ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં હંગામો મચાવશે ક્રશ, લવ, રોમાન્સ, ડ્રામા, કોમેડી અને ક્ધફયુઝનથી ભરપૂર આ ફિલ્મના પ્રોડયુસર સવ્યાભટ્ટી છે. ડીરેકટ હનીફ દીપા છે. જયારે સ્ટાર કાસ્ટમાં જીતુ કુમાર, કનવાલટાફ, ચેતનદહીયા, ચીની રાવલ, હેમંતઝા, હરીકૃષ્ણ દવે, માધવી ઝવેરી, જીનેશ મોદી, નિમેશ સોની, અને ઉત્સવ શાહ છે. આ ફિલ્મના એસોસીએટ ડિરેકટર ભાવેશા ગોરસીયા છે. ઝી મ્યુઝીક કંપની ગુજરાતી તેમજ ‚પમ એન્ટરટેનમેન્ટ પ્રા.લી. દ્વારા આ ફિલ્મ રીલીઝ થઈ રહી છે.

આ ફિલ્મની સ્ટોરીમાં પ્રેમમાં પડતા બે યુવાનોની વાર્તા છે. પ્રેમમાં પડે એટલે ખોટુ બોલે અને જયારે સાચુ બોલવા જાય ત્યારે પ્રેયસી છોડીને જતી રહેશે તો? તેવો ભય લાગે છે. આમ ખોટુ બોલી પ્રેયસીને પટાવી લગ્ન કરી લે છે. અને ત્યારબાદ સર્જાય છે. જબરદસ્ત ક્ધફયુઝન આ ફિલ્મમાં ડાયલોગ ડીલીવરી ખૂબજ સરસ છે. આ ફિલ્મમાં ચેતન દહીયાના પિતા પોલીસ અધિકારી છે અને ચેતન દહીયા એવું કહે છે કે આ પહેલા લગ્ન એવા હશે કે જેમાં બાપ નહી હોય ત્યારે તેના પિતા એવું કહે છે કે આ પેલા લગ્ન એવા હશે જેમાં ગૃહ પ્રવેશ નહી પણ જેલ પ્રવેશ થશે આમ કોઈ એકસ્ટ્રા કોમેડી નહી પરંતુ સિચવેશનલ કોમેડીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. જયારે આગામી ૧૩ સપ્ટેમ્બરે હંગામા હાઉસ ફિલ્મ રીલીઝ થશે.

Loading...