હુમા કુરેશી હોલિવૂડની આર્મી ઓફ ડેડ ફિલ્મમાં ચમકશે

501

જસ્ટિસ લીગ ફેમ ડિરેક્ટર ઝેક સ્નાયડરની આર્મી  ઓફ ડેડ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે: ફિલ્મની સ્ટારકાસ્ટમાં બટિસ્ટા પણ સામેલ

ગેંગ્સ ઓફ વાસેપુર ફેમ હુમા કુરેશી હોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થઇ ગઈ છે. ફિલ્મમેકર ઝેક સ્નાયડરની આગામી ફિલ્મ આર્મી ઓફ ડેડમાં હુમા એક્ટિંગ કરશે. આ ઝોમ્બી ફિલ્મ નેટફ્લિક્સ પ્રોજેક્ટ છે. ઘણા સમયના ગેપ બાદ ઝેક સ્નાયડર ફરી ફિલ્મ ડિરેક્શનમાં પરત ફર્યા છે. ઝેક સ્નાયડરે ફિલ્મ્સની મેન ઓફ સ્ટીલ, બેટમેન દત સુપરમેન: ડોન ઓફ જસ્ટિસ, જસ્ટિસ લીગ ઉપરાંત ૩૦૦ જેવી ઘણી ફિલ્મો ડિરેક્ટ કરી છે.

આર્મી ઓફ ડેડ ફિલ્મની સ્ટારકાસ્ટમાં ભારતની હુમા કુરેશી ઉપરાંત અમેરિકન એક્ટર બટિસ્ટા, બ્રિટિશ એક્ટ્રેસ એલા પર્લનેલ, મેક્સિકન એક્ટ્રેસ એના દે લા રેગુએરા પણ સામેલ છે. ડિરેક્ટર ઝેક સ્નાયડરે ૧૫ વર્ષ પહેલાં ઝોમ્બી હોરર ફિલ્મ ડોન ઓફ ડેડથી જ ડેબ્યુ કર્યું હતું.

આર્મી ઓફ ડેડ ફિલ્મને જોબી હેરોલ્ડ, શાય હેટન અને સ્નાયડર લખવાનાં છે. ઉપરાંત સ્નાયડર અને તેની પત્ની આ ફિલ્મને પ્રોડ્યૂસ પણ કરી રહ્યાં છે. હુમા કુરેશીની આ પહેલી હોલિવૂડ ફિલ્મ છે જે ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ઉપરાંત ૧૪ જૂને નેટફ્લિક્સ પર જ હુમા કુરેશી સ્ટારર ઓરિજિનલ વેબ સિરીઝ લેલા રિલીઝ થવાની છે.

Loading...