Abtak Media Google News

ગાંધી નિર્વાણ દિન નિમીતે લધુકથા

દિવસભર સાચું-ખોટું  કર્યા પાછી રાત્રે શહેર ઘોરતું હતું. શહેરના જાહેર માર્ગો સાવ સુમસામ લાગતાં હતાં. કોઇક જગ્યાએ તમરાનો અવાજ, જાહેરમાર્ગ કે જયાં આઠ રસ્તાઓનું મિલન મહાત્મા ગાંધીજીનું બાવલું, બાવલાંની આગળ ત્રણ વાંદરા ખરાબ બોલવું નહીં. ખરાબ સાંભળવું નહીં, ખરાબ જોવું નહીં. એવી પ્રતિજ્ઞાથી કંટાળતા બેઠાં હતાં.

રાત્રિના બારેક વાગ્યા હશે સમય ધીરે ધીરે પસાર થતો હતો. રસ્તા પર કોઇ દેખાતું ન હતું. રસ્તા પર કોઇ દેખાતું ન હતું દુરથી એક લારી આવતી દેખાતી હતી. લારીને દોરતા માણસો દેખાયાં, લારીમાં શહેરમાં નવી રજૂ થનારી ફિલ્મના પોસ્ટર્સ હતાં. લારીવાળો હસતો-હસતો ગાંધીજીના બાવલા સામેની દીવાલ પાસે ગયો. દીવાલ પર ફિલ્મના પોસ્ટર્સ લાગડયા.

વાંદરાઓ પોતાની મુદ્રામાં ગંભીર જ હતાં. પોસ્ટર્સની લારી ઊભી હતી. લારી દોરનારા ઊભા હતા. નરી એકલતા રાત્રિના ત્રણ વાગ્યા.  સવાર થયું લોકોના ટોળે ટોળા લોકોની દ્રષ્ટિ ગાંધીજીના બાવલાની સામેની દીવાલે લગાડેલા પોસ્ટર્સ પર કેન્દ્રિત ત્રણેય વાંદરાઓ પૂરી નિષ્ઠાથી મૂળ સ્થિતિમાં જ હતા. લોકોની અવર-જવર વધવા લાગી. લોકો પોસ્ટર્સને જોઇ હસતાં હતાં. સાં ઊંધા લગાડેલા પોસ્ટર્સને વાંચવાની કોશિશમાં હતા. આખરે સૌએ ઊંઘા લગાડેલા પોસ્ટર્સને વાંચી લીધા ‘હમ નહીં સુધરેંગે’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.