Abtak Media Google News

દારૂ શા માટે ખરાબ છે ? દવામાં રહેલો  આલ્કોહોલ ફાયદાકારક: એક સમયમાં રાજા મહારાજા અને અમીરોનો શોખ આજે સામાન્ય માણસ માટે દુ:ખાવો બની ગયો અને સમાજ માટે બદી

આદિ-અનાદિ કાળથી દારૂ એ સમાજમાં પોતાનું સ્થાન કાયમી કરી લીધું છે. વર્ષો પહેલા ભુતકાળમાં ભારત દેશમાં રાજા-મહારાજા અને અમીરો દારૂ પીવો એ પોતાનો શોખ બનાવ્યો હતો ત્યારે ભારતમાં કદાચ દેશી દારૂની શોધ થઈ હશે ? પરંતુ અંગ્રેજોએ ભારત પર કબજો જમાવી રાજ કરવાનું શરૂ કર્યું ત્યારથી વિદેશી દારૂ પ્રકાશમાં આવ્યો છે તેમ માનવામાં આવી રહ્યું છે.

દારૂ જે લોકો પીવે છે તેને લાભદાયી લાગે છે અને જે લોકો નથી પીતા તેઓ નુકસાનકારક કહે છે. દારૂ પીવો ખરાબ છે છતાં લોકો શા માટે દારૂ પીવે છે ? તે એક સવાલ ઉભો થતો હોય છે.

તબીબોનાં મત પ્રમાણે જો દારૂને દવા તરીકે પીવામાં આવે તો ફાયદો કરે છે. દારૂને યોગ્ય રીતે પીવામાં આવે તો શરીર માટે ગુણકારી છે પરંતુ તેના અતિરેક અધોગતિ તરફ માણસને ધકેલી દે છે.

પહેલાનાં જમાનામાં રાજા-મહારાજા અને અમીરો પોતાનો શોખ માની દારૂનું સેવન કરતા હતા. આજે સામાન્ય માણસ માટે ‘દારૂ’ દુખાવો બની ગયો છે અને સમાજ માટે એક બદી બની ગઈ છે.

દારૂ પીનારા માણસો આજે સામાજીક, આર્થિક અને પારીવારીક રીતે પતનનાં આરે જતો રહે છે. દારૂની બદી સમાજમાં ઘર કરી લેતા દારૂ પર પ્રતિબંધ જરૂરી છે ? પરંતુ ગુજરાત સિવાય અન્ય રાજયોમાં દારૂ બનાવતી કંપનીઓ દારૂનું વેચાણ કરે છે અને અન્ય રાજયોમાં દારૂબંધી ન હોવાથી દારૂ છુટથી મળતો હોય છે તેમ છતાં ગુજરાતમાં દારૂબંધી તો છે પરંતુ સરકારી આંકડા મુજબ ગુજરાતમાં વર્ષે કરોડોનો વિદેશી દારૂ પોલીસ દ્વારા પકડવામાં આવે છે તો વિચાર કરો કે, બુટલેગરો અને કેરીયરો દ્વારા કેટલો દારૂ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતો હશે તે એક મોટો સવાલ ઉભો થયો છે.

દારૂ પી થતા ફાયદા અને નુકસાન અંગે જાણવા છતાં વ્યકિત પોતાની સમજ પ્રમાણે તેનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો દારૂ પીવાનું ટાળે છે તે ઉતમ બાબત છે. જયારે રોજ દારૂ પીનારા વ્યકિતએ સમયાંતરે લીવર અને શરીરનાં બીજા અંગોની તબીબી તપાસ કરવી જોઈએ જેથી તેઓ લાંબું અને સ્વસ્થ જીવન જીવી શકે તે માટે જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે.

દારૂનાં પ્રકાર અને બનાવવાની રીત

બિયર:- મકાઈ, ઘઉં કે જવને યીસ્ટ સાથે ભેગા કરીને આથો લાવવાથી બને છે. બિયરમાં આલ્કોહોલનું પ્રમાણ ૪ થી ૮ ટકા હોય છે.

વિસ્કી:- મકાઈ, ઘઉં કે જવને યીસ્ટ સાથે ભેગા કરીને આથો લાવ્યા બાદ તેને ડિસ્ટીલ કરી લેવાય છે. આ પ્રક્રિયામાં વપરાતા પાણીનું મહત્વ છે. સ્કોટ લેનમાં બનતી વિસ્કીને સ્કોચ કહેવાય છે જે ઉતમતાનો પર્યાય છે. વિસ્કીમાં સામાન્ય રીતે ૪૦ થી ૫૫ ટકા આલ્કોહોલ હોય છે. રમ:- રમ અને લશ્કર સહજ રીતે જોડાયેલા છે. રમ શેડી અને મોરાલીસીસમાંથી બને છે અને તેમાં પણ ૪૦ થી ૫૫ ટકા આલ્કોહોલ હોય છે. રમનો સ્વાદ ખુબ જ આકરો હોય છે.

બ્રાન્ડી:- બ્રાન્ડી ફળોનાં રસમાંથી બનાવવામાં આવે છે અને તેમાં આલ્કોહોલ ૪૦ થી ૫૦ ટકા હોય છે. આપણે ત્યાં જુની માન્યતા છે કે, નાના બાળકોને શરદી કે કફ થાય ત્યારે બ્રાન્ડીને છાતી પર લગાવવાની સલાહ આપવામાં આવે છે. જેથી બાળકને છાતી બ્રાન્ડી લગાવ્યા બાદ તેની વરાળ શ્ર્વાસમાં જવાથી બાળકને રાહત અને ઘેન ચડવાથી ઉંઘ આવી જતી હોય છે.

જીન:- આલ્કોહોલ, પાણી અને બીજા ફલેવર ઉમેરીને જીન બનાવવામાં આવે છે જેમાં આલ્કોહોલનું પ્રમાણ ૩૦ થી ૩૭ ટકા હોય છે. વાઈન:- વાઈનનાં ઘણા પ્રકાર છે જેમાં વ્હાઈટ વાઈન, રેડ વાઈન, સ્પાકલીંગ વાઈન વગેરે બનાવવા માટે ફળો વપરાય છે અને દ્રાક્ષનું વાઈન બનાવવા ખાસ પ્રકારની ચુનંદા દ્રાક્ષ વપરાય છે. વાઈનમાં વાપરવામાં આવતું પાણી પણ સ્પેશિયલ હોય છે. વાઈનમાં ૪ ટકાથી લઈ ૨૦ કે ૨૨ ટકા જેટલો આલ્કોહોલ હોય છે.

આલ્કોહોલ એક રંગવિહીન નશાકારક પ્રવાહી છે જે વાઈન, બિયર, વિશકી જેવા પીણામાં તેનો મુખ્ય ભાગ હોય છે. આલ્કોહોલનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીઝમાં સોલવન્ટ અને બળતણ તરીકે પણ થાય છે. દારૂમાં વપરાતું આલ્કોહોલ એટલે ઈથેનોલ કહેવાય છે. ગુજરાતમાં સડેલા ગોળમાંથી દેશી દારૂ તથા મોવાડાનો દારૂ બુટલેગરો દ્વારા બનાવવામાં આવે છે.

દારૂ પીધા બાદ માણસને કેટલી અસર ?

  • ૨૦ મીલી ગ્રામ – માણસનાં જજમેન્ટ ઉપર, લાગણીઓ ઉપર અસર થાય, માણસ વધુ બોલવા માંડે.
  • ૫૦ મીલી ગ્રામ – માણસ વર્તનથી થોડો ખુલ્લો બને. શરમ ઓછી થાય. અંતર્મુખી હોય તો એ ઓછું થાય વગેરે
  • ૧૦૦ મીલી ગ્રામ – બોલવામાં ફર્ક દેખાય
  • ૨૦૦ મીલી ગ્રામ – આક્રમક બની જાય
  • ૩૦૦ મીલી ગ્રામ – વ્યકિત પોતે જ ક્ધફયુઝ બની જાય કે એ શું વિચારે છે ને શું કરે છે
  • ૪૦૦ મીલી ગ્રામ – વ્યકિત શોકની અવસ્થામાં આવી જાય
  • ૫૦૦ મીલી ગ્રામ – વ્યકિત કોમામાં સરી શકે છે
  • ૬૦૦ મીલી ગ્રામ – શ્ર્વાસોશ્ર્વાસની ક્રિયા અવરોધાઈ જાય અને મૃત્યુ પણ થઈ શકે છે (આમ થવાનું કારણ-પેટમાં ગયેલો અમુક આલ્કોહોલ વરાળ બનીને શ્ર્વાસ વાતે મોંમાંથી બહાર આવતો હોય છે. વ્યકિત પીધેલી છે એની ખબર આજુબાજુ વાળાને કેવી રીતે થાય છે) થોડા સમયમાં વધારે દારૂ એકધારો પીવાથી, શરીરની કેપેસીટી બહારનો દારૂ પાણીની રેલની જેમ પોતાનો રસ્તો કરી જ લે. દરેક વ્યકિતએ દારૂની અસર અલગ-અલગ થાય છે.

લોહીનાં ભ્રમણને રમણે ચડાવતો દારૂ

લોહી સાથે ભળેલો દારૂ લોહી જયાં-જયાં જાય ત્યાં તેની સાથે પહોંચી જાય છે. આલ્કોહોલ લોહીમાં ભળવાથી લોહીની નળીઓને પહોળી કરી દે છે. આના કારણે લોહી ચામડીની નજીક પરીભ્રમણ વધી જતું હોય છે. શરીરમાં ગરમાટો મહેસુસ થાય છે. (જે ખરેખર શરીરની ગરમી ઓછુ કરતું હોય છે અને પરિણામે શરીરનું તાપમાન નીચું લઈ જાય છે) અને સૌથી મહત્વનું લોહીનું દબાણ (બ્લડ પ્રેસર, યુનો) ઘટાડે છે.

મગજ:- લોહીમાં ભળેલો દારૂ સીધો મગજનાં અંધારિયા નોર્થ પોલમાં પહોંચી જાય છે અને મગજનું જે કાર્ય છે શરીરનાં અંગો ઉપર ક્ધટ્રોલ કરવાનું, એની ઉપર પહેલી અસર થાય છે. (જયારે કોઈ માણસ દારૂ પીને વાહન ચલાવે ત્યારે તેને પકડવા માટે પોલીસ બ્રીધીંગ ટેસ્ટ કરીને નકકી કરે છે, કે કેટલો પીધો છે)

દારૂ પીવાથી થતા ફાયદા

દારૂ અંગેની આટલી સમજણ મેળવ્યા બાદ તેનાં ઉપરથી એક તારણ નિકળ્યું કે દારૂ નુકસાન વધુ કરે છે. જો ઝડપથી અને વધુ માત્રામાં પીવાય તો દારૂ વધુ નુકસાન કરે છે પણ દારૂ પીવાનાં કેટલાક ફાયદા પણ છે. જેમ કે ખુબ અલ્પ માત્રામાં દારૂ પીવાથી હૃદય રોગમાં રાહત મળી શકે છે. (એક અથવા બે પેગ અને એ પણ ધીરે-ધીરે સાથે પ્રોટીનયુકત ખોરાક પણ હોવો જરૂરી છે. આલ્કોહોલ લોહીમાંના ડીએચએલ કોલેસ્ટ્રોલને વધારે છે અને એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સાથે સાથે તેમની પાર્ટીકલ સાઈઝ પણ વધારે છે જેથી ફાયદો કરે છે.

આલ્કોહોલ, બ્લડ કલોટીંગ ઓછું કરે છે. બ્લડ કલોટર (ફાયબ્રીનોજીન) ઘટાડે છે. આલ્કોહોલ લોહીનું દબાણ ઘટાડે છે. ઈન્સ્યુલીન ઘટાડે છે. (ડાયાબીટીસવાળા વ્યકિત માટે ચેતવણી જરૂરી છે), સ્ટ્રેસમાં લોહીની નશોનું સંકોચન થતું હોય છે તેને ઘટાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.