એઈડ્સ કલબ દ્વારા જી.ટી.શેઠ સ્કુલ ખાતે વિશાળ ‘રેડરિબન’ નિર્માણ

વિશ્ર્વ એઈડસ દિન અનુસંધાને યોજાયેલા કાર્યક્રમમાં વિશાળ લાલ કપડાના માધ્યમ વડે શિક્ષકોએ બનાવી મોટી રીબિન દર વર્ષે એઈડ્સ જનજાગૃતિમાં ઉત્સાહ ભેર શિક્ષકો છાત્રો જોડાય છે

૧લી ડિસેમ્બર વિશ્ર્વ એઈડ્સ દિવસ અનુસંધાને શહેરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમો સંદર્ભે કાલાવડ રોડ ઉપર આવેલી જી.ટી.શેઠ વિદ્યાલય સ્કુલમાં એઈડ્સ પ્રિવેન્સન કલબ દ્વારા સામાજીક અંતર સાથે વિશાળ લાલ કપડાના માધ્યમથી એઈડ્સ પ્રિવેન્સન અને કંટ્રોલનો વૈશ્ર્વિક સિમ્બોલ ‘રેડ રિબન’ નિર્માણ કરાય હતી આ તકે સંસ્થાના ચેરમેન અરૂણભાઈ દવે, શાળાનાં આચાર્ય ડો. ભાવેશભાઈ દવે, સતિષભાઈ તેરૈયા, કૃષ્ણકાંત પટેલ હાજર રહ્યા હતા.

છેલ્લા દોઢ દાયકાથી જી.ટી શેઠ વિદ્યાલય સ્કુલની પરંપરા રહી છે કે દર વર્ષે લાઈલાજ એચ.આઈ.વી. સામે જનજાગૃતિ એઈડ્સ દિવસે પ્રસરાવે છે. ધો.૧૦-૧૨ના છાત્રોમાં એઈડ્સ જાગૃતિ લાવવા પણ શાળા સંસ્થા આયોજન કરે છે. એઈડ્સ કલબના ચેરમેન અરૂણભાઈ દવેએ જણાવેલ છે કે એઈડસને નાબુદ કરવા છાત્ર શકિત તથા યુવા શકિતની બહુ મોટી ભૂમિકા છે. આવા આયોજનથી આપણે એ દિશા તરફ સારી કામગીરી કરી શકાય છે. શાળાના તમામ શિક્ષકો માસ્ક સેનેટાઈઝર સાથે જોડાઈને કોવીડ ૧૯ અને એચ.આશ.વી. એઈડ્સ જનજાગૃતિ પ્રસરાવી હતી.

એઈડ્સ જનજાગૃતિમાં હંમેશા તત્પર ડો.ભાવેશ દવે આચાર્ય જી.ટી.શેઠ સ્કુલ

એઈડ્સ કલબ સાથે જી.ટી.શેઠ સ્કુલ છેલ્લા ૧૫ વર્ષથી નિયમિત વિશ્ર્વ એઈડ્સ દિવસે જોડાય છે. શાળાની પરંપરા રહી છે કે દર વર્ષે છાત્રોમાં આ બાબતે જનજાગૃતિ લાવીને સેમીનાર હાલમાં વેબીનાર જેવી વિવિધ પ્રવૃત્તિથી છાત્રોને શિક્ષીત કરીને કોરોના તથા એઈડ્સ જનજાગૃતિમાં શિક્ષકો પણ ઉત્સાહથી જોડાય છે. અમારી શાળા સહઅભ્યાસીક પ્રવૃત્તિઓમાં હર હંમેશા મોખરે જોડાય છે.

Loading...