Abtak Media Google News

૧૦૦થી વધુ મહિલાઓ સાથે ૫૦૦ જેટલા લોકોનું ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું: ઉગ્ર સુત્રોચ્ચાર: આવેદન અપાયું

શહેરના વોર્ડ નં.૫માં કુવાડવા પોલીસ ચોકીની પાછળના ભાગે આવેલા શકિત સોસાયટીમાં મહાપાલિકા દ્વારા ૨૦-૨૦ વર્ષથી ડામર કામ કરવામાં આવ્યું ન હોય. ખખડધજ રસ્તા અને ભુગર્ભની અસુવિધાઓથી ત્રાહિમામ શકિત સોસાયટીના લતાવાસીઓએ આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ધડબડાટી બોલાવી હતી.૧૦૦થી વધુ મહિલાઓ સાથે ધસી આવેલા ટોળાએ ઉગ્ર સુત્રોચ્ચાર પોકાર્યા હતા અને ડીએમસીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કુવાડવા રોડ પર આવેલી શકિત સોસાયટી (છપણીયું)માં આશરે ૧૧૦૦ થી ૧૨૦૦ જેટલા મકાનો આવેલા છે. જેમાં ૫ થી ૬ હજાર લોકો વસવાટ કરે છે. અહીંના રહેવાસીઓ દ્વારા મહાપાલિકામાં નિયમિત વેરો ભરવામાં આવે છે. વિસ્તારમાં ડામર, રસ્તા અને ભુગર્ભ ગટરની સુવિધા આપવા માટે અવાર-નવાર મૌખિક રજુઆત કરવામાં આવી હોવા છતાં છેલ્લા ૨૦ વર્ષથી આ સોસાયટીમાં એકપણ વાર ડામર કામ કરવામાં આવ્યું નથી. આજે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી આવેલા શકિત સોસાયટીના લતાવાસીઓએ ઉગ્ર સુત્રોચ્ચાર પોકાર્યા હતા અને પોતાની સોસાયટીમાં ડામર કામ કરી ભુગર્ભ ગટરની સુવિધા આપવા માટે ડેપ્યુટી મ્યુનિ.કમિશનર નંદાણીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.