Abtak Media Google News

મોદી સરકાર દ્વારા આધારને કલ્યાણકારી યોજનાઓ અને કેટલાક વ્યવસપન માટે ફરજીયાત કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ મુદ્દો હાલ વડી અદાલતમાં છે. જો કે, વડી અદાલતે સરકારને નાગરિકોની ખરાઈ કરવા માટે આધાર સહિતના કાગળીયા જ‚રી હોવાની તરફેણ કરી છે.

મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રાની આગેવાની ધરાવતી પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે મત વ્યકત કર્યો છે કે, આધાર યોજના પાછળ દરેક વ્યક્તિ પોતાનું આઈડી કાર્ડ ધરાવે તે વાતને પ્રોત્સાહન મળ્યું છે. ખંડપીઠે કહ્યું હતું કે જો તમે કોણ છો તે જાણવાનો હકક ધરાવતા હોવ, તો સરકારને પણ નાગરિકની ખરાઈ કરવાનો હકક છે.

અહીં ઉલ્લેખનીય છે કે, આધાર મામલે સરકાર અને લોકો-વિરોધ પક્ષો હઠ પર ચડયા છે. જયાં સુધી રાજકીય મહેચ્છાની વાત ની ત્યાં સુધી આધાર સરકારની અત્યાર સુધીની સૌી શ્રેષ્ઠ પૈકીની એક યોજના ગણવામાં આવે છે. જો કે, સરકાર આધારના ડેટાનો કઈ રીતે ઉપયોગ કરશે તે અંગે લોકોને શંકા રહે છે. બીજી તરફ લોકો ઉપર સરકારને શંકા છે. અત્યાર સુધી કલ્યાણકારી યોજનાઓમાં સૌી વધુ ગોટાળા તા હતા. એક સમયે સ્વ.રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, અમે મોકલેલો એક રૂપિયો લોકો સુધી પહોંચતા ૧૨ પૈસા ઈ જાય છે. આ પ્રકારનો ભ્રષ્ટાચાર આધાર જેવી યોજના વગર નાબૂદ કરવો અશકય જેવું છે.

જો કે, સરકારને સમગ્ર ડેટા આપી દેવાી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન ફેરવાઈ જાય તે પણ જોવાનું મહત્વનું છે. હાલ વડી અદાલતમાં આધારના ડેટા કયાં કોની પાસે કેટલા સુરક્ષીત છે તે સહિતના મામલે સુનાવણીનો દોર ચાલુ છે. સરકાર આધારને આઈડીપ્રૂફ ગણી તેની તરફેણ કરે છે.

આ મામલે ગઈકાલે વરિષ્ઠ વકીલ કપીલ સિબ્બલ પ.બંગાળ સરકાર તરફી અદાલતમાં હાજર રહ્યાં હતા. તેમણે દલીલ કરી હતી કે, લોકોને પોતાની ઓળખ છુપી રાખવી કે જાહેર કરવી તેનો હકક હોવો જોઈએ. આધાર કોઈનું સ્ટેટસ ઘડતું ન હોવાની દલીલ તેમણે કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, આધારનો ચૂકાદો દેશનું ભવિષ્ય નકકી કરશે.

કપીલ સિબ્બલે આ કેસમાં વિકસીત દેશોનું ઉદાહરણ પૂરું પાડયું હતું. આવા વિકસીત દેશોમાં લોકો પાસેી એકઠો કરેલો ડેટા માત્ર ૧૦ વર્ષ સુધી જ રાખવામાં આવે છે. ત્યારબાદ આ ડેટાને ડીલીટ કરી દેવામાં આવે છે. અહીં એ પણ જોવાનું રહ્યું કે સરકાર આધારની વિગતો ખાનગી કંપનીઓની સહાયી એકઠી કરે છે. આ કંપનીઓની વિશ્ર્વસનીયતા ઉપર અનેક વખત સવાલો ઉઠી ચુકયા છે. તાજેતરમાં જ આધારનો ડેટા લીક યો હોવાના સમાચાર લોકો સમક્ષ પહોંચી ગયા હતા. ત્યારબાદ ડેટા એ જ સર્વકાલીન સુપ્રીમો હોવાનું તમામ લોકો જાણે છે. માણે આ ડેટાનો કયાં કઈ રીતે અને કોણ ઉપયોગ કરશે તે ઉપર શંકા વ્યકત ઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.