તમે કેટલા પ્રકારની ચોકલેટ ખાધી છે ???

412
chocolate
chocolate

નાના બાળકોથી લઈને મોટેરા સુધી બધાને ચોકલેટ ભાવે જ છે પરતું ચોકલેટ ખાધા બાદ જ સ્વાદનો ખ્યાલ આવે છે પરતું ચોકલેટએ ઘણી પ્રકારની હોય છે અને તેને ઘણા મિશ્રણથી બનાવી શકાય છે આજે આપણે બધા જ જાણીએ છીએ એમ કોકોનાં બિયાં પર કરેલી એક લાંબી રિફાઇનિંગ પ્રોસેસનું રિઝલ્ટ છે. કોકોના ઝાડ પરથી મળતા ફળમાંથી કોકોનાં બિયાં કાઢી એને સૂકવી અને શેકીને દળીને કોકો બટર, ચૉકલેટ જેવી પ્રોડક્ટ્સ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. કોકો બટર એટલે કે કોકોમાંથી મળેલી ફૅટનો ઉપયોગ કૉસ્મેટિક્સ તેમ જ ચૉકલેટ લિકર બનાવવામાં થાય છે. આપણે ખાઈએ એ ચૉકલેટ કોકો બટર, ચૉકલેટ લિકર અને સાકરનું સુંદર મિશ્રણ હોય છે. જોઈએ ચૉકલેટની કૉમન વરાઇટીઓ કઈ-કઈ છે.

કોકો પાઉડર

આ મોળો પાઉડર કોકોનો દળેલો ભૂકો છે જે વાનગીઓમાં ચૉકલેટનો ટેસ્ટ અને ફ્લેવર આપે છે. કુદરતી કોકો પાઉડર લાઇટ બ્રાઉન અને સ્ટ્રૉન્ગ ચૉકલેટના ફ્લેવરવાળો હોય છે. આ પાઉડર થોડો ઍસિડિક હોય છે અને જે રેસિપીમાં બૅકિંગ પાઉડરની જરૂર હોય ત્યાં વાપરવા માટે શ્રેષ્ઠ હોય છે.

મોળી ચૉકલેટ

સ્વીટ ટેસ્ટ વિનાની આ ચૉકલેટ કડવી એટલે કે બિટર ચૉકલેટ અથવા બેકિંગ ચૉકલેટ પણ કહેવાય છે. આ પ્યૉર ચૉકલેટ લિકર હોય છે જે ફક્ત કોકોનાં બીમાંથી બને છે. ભલે આ ચૉકલેટનો દેખાવ અને સુગંધ સામાન્ય ચૉકલેટ જેવાં જ હોય, પણ એના કડવા સ્વાદને કારણે બિટર ચૉકલેટને ડાયરેક્ટ ખાવાના ઉપયોગમાં નથી લઈ શકાતી. આ ચૉકલેટનો ઉપયોગ ચૉકલેટની બીજી વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે, જેમાં સાકર ઉમેરતાં સારો ટેસ્ટ મેળવી શકાય છે. કોકોનાં બિયાંમાં કોકો બટર અને કોકો સૉલિડ બન્ને સપ્રમાણમાં હોવાથી એ કોઈ પણ વાનગીને ખૂબ સારી ચૉકલેટી ફ્લેવર આપે છે. વાઇટ ચૉકલેટ સિવાયની કોઈ પણ બીજી ચૉકલેટ બનાવવામાં બિટર ચૉકલેટ સારો બેઝ બને છે.

ડાર્ક ચૉકલેટ

આ ચૉકલેટમાં ચૉકલેટ લિકર, સાકર, કોકો બટર, વૅનિલા બધું જ હોય છે; પણ ડાર્ક ચૉકલેટમાં મિક્સ સૉલિડ એટલે કે દૂધનું પ્રમાણ જરાય નથી હોતું. કમર્શિયલ ડાર્ક ચૉકલેટમાં કોકોનું પ્રમાણે ૩૦ ટકાથી લઈને ૭૦થી ૮૦ ટકા જેટલું હોય છે. બિટર સ્વીટ અને સેમી સ્વીટ પણ ડાર્ક ચૉકલેટની કૅટેગરીમાં જ આવે છે.

બિટર સ્વીટ ચૉકલેટ

ચૉકલેટમાં ૩૫ ટકા કોકો સૉલિડ હોય છે, જ્યારે બિટર સ્વીટમાં ચૉકલેટ લિકરનું પ્રમાણ ૫૦ ટકા જેટલું હોય છે. કેટલાક ચૉકલેટ બારમાં આ પ્રમાણ ૭૦થી ૮૦ ટકા પણ ઉમેરવામાં આવે છે. સ્વીટ ડાર્ક કે સેમી સ્વીટ ચૉકલેટ કરતાં બિટર સ્વીટ કડવી હોય છે.

મિલ્ક ચૉકલેટ

કોકો બટર અને ચૉકલેટ લિકર સિવાય મિલ્ક ચૉકલેટમાં કન્ડેન્સ્ડ મિલ્ક અથવા મિલ્ક પાઉડર હોય છે. મિલ્ક ચૉકલેટમાં ઓછામાં ઓછું ૧૦ ટકા ચૉકલેટ લિકર, ૩.૩૯ ટકા બટર ફૅટ અને ૧૨ ટકા મિલ્ક સૉલિડ હોય છે.

આ ચૉકલેટ ડાર્ક ચૉકલેટ કરતાં વધારે મીઠી હોય છે. એનો રંગ લાઇટ હોય છે અને ચૉકલેટની ફ્લેવર પણ થોડી ઓછી હોય છે. આ ચૉકલેટને ગરમ કરવામાં ખૂબ ધ્યાન રાખવું પડે છે, કારણ કે મિલ્ક ચૉકલેટ ઓવરહીટ થઈ જવાના ચાન્સ વધુ હોય છે.

વાઇટ ચૉકલેટ

વાઇટ ચૉકલેટને ચૉકલેટ નામ એમાં રહેલા કોકો બટરના પ્રમાણે અપાવ્યું છે. બાકી એમાં ચૉકલેટ લિકર કે કોઈ પણ પ્રકારની કોકો પ્રોડક્ટ હોતી નથી, જેને લીધે આ ચૉકલેટનો ફ્લેવર ખૂબ માઇલ્ડ હોય છે. મોટા ભાગે એમાં વૅનિલા કે બીજી કોઈ ફ્લેવરનો ઉમેરો કરવામાં આવે છે. વાઇટ ચૉકલેટમાં ૨૦ ટકા કોકો બટર, ૧૪ ટકા મિલ્ક સૉલિડ અને વધુમાં વધુ પંચાવન ટકા સાકર હોય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Loading...