Abtak Media Google News

આજે ‘વર્લ્ડ લીવર ડે’: અયોગ્ય આરોગ્ય પધ્ધતિ અને વ્યસનના દુષણી લીવરમાં ખામી સર્જાવાના વધતા કિસ્સા

આજે વિશ્ર્વ લીવર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સૌથી પ્રથમ પ્રશ્ર્ન એ રૂય છે કે આપણે શરીરના મુખ્ય અંગ ગણાતા લીવર અંગે કેટલા જાગૃત છીએ ? લીવરને શરીરમાં મગજ બાદ સૌથી જટીલ અવયવ માનવામાં આવે છે. પાચન માટે લીવર સૌથી અગત્યનું અંગ છે જે પણ તમે ખાવ કે પીવો તેનું પાચન લીવરમાં રૂય છે અને ખાનપાનની કુટેવોને કારણે લીવરને નુકશાન પણ તું જોવા મળે છે. પરિણામે દેશમાં દર વર્ષે લાખો લોકોના લીવર ફેઈલ થતાં હોય છે.

ખાનપાનની કુટેવો તેમજ વ્યસનના કારણે લીવરને સૌથી વધુ નુકશાન તું હોય છે. શરીરમાં બ્લડ સુગરને નિયંત્રીત રાખવું, ઈન્ફેકશન સામે લડવું અને રોગ પ્રતિકાર કરવા સહિતના મહત્વના કામ લીવરના માધ્યમી થાય છે. આ ઉપરાંત શરીરમાં ઝેરનો નિકાલ, કોલેસ્ટ્રોલ કાબુમાં રાખવું અને પીને સમતોલ રાખવાની જવાબદારી પણ લીવર ઉપાડે છે. માટે આજીવન સ્વસ્ રહેવા લીવરની જાળવણી ખૂબજ મહત્વની છે.

લીવરને સ્વસ્ રાખવા માટે ઓટી ભરપુર વાનગી ખાવી જરૂરી છે. જેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય તેવી વસ્તુ આરોગવાથી લીવર તંદુરસ્ત રહે છે. આ ઉપરાંત લીવર માટે ફલાવર પણ ફાયદાકારક છે. કોફી પીવાથી લીવરને આલ્કોહોલી થયેલા નુકશાનમાં રાહત મળે છે. જો કે, કોફીમાં રહેલું કોફીન બ્લડપ્રેસર વધારી શકે છે.

ગ્રીન ટી પીવી પણ લીવરની સમસ્યા સામે રક્ષણ આપે છે. લીવર ઉપર ગ્રીન ટીની પોઝીટીવ અસર જોવા મળે છે. આ ઉપરાંત બહોળા પ્રમાણમાં પાણી પીવાથી પણ લીવર તંદુરસ્ત રહે છે. પાણીના કારણે શરીરનું વજન ઘટે છે અને માપસરનું વજન લીવર માટે જરૂરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, દર વર્ષે લાખો લોકોનું લીવર ફેઈલ થતું હોય છે. જેની પાછળ વ્યસનો નો અયોગ્ય આરોગ્ય પધ્ધતિ સૌથી વધુ કારણભૂત છે. ફાસ્ટફૂડનું વધુ પડતું સેવન પણ લીવરને નુકશાન પહોંચાડી શકે છે.

દર વર્ષે લીવર ટ્રાન્સપ્લાન્ટના હજારો ઓપરેશન થાય છે. કોઈ વ્યક્તિના લીવરનો ટુકડો લઈ દર્દીના શરીરમાં આરોપણ કરવામાં આવે છે જે ત્યારબાદ ફરીથી નિર્માણ પામે છે. લીવરની સર્જરી જટીલ માનવામાં આવે છે. લીવર ફેઈલ થવાના કિસ્સાઓ વધતા જાય છે. માટે અંગદાનની ખૂબજ જરૂરીયાત ઉભી થઈ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.