કૃત્રિમ કલર કઇ રીતે બને છે ? આરોગ્ય માટે કેટલા યોગ્ય….

Artificial Color
Artificial Color

જીવનમાં તેમજ જમવામાં કલરનું ખૂબ જ મહત્વ છે. લોકો લાંબા સમયથી લાડવા બનાવવા કલરનો ઉ૫યોગ કરતા હોય છે. આ તો જુની વાત છે હવે લોકો બ્રાઉની કેક, મન્ચુરિયન અથવા કેન્ડી, મિલ્કશેક, જ્યુસ બનાવવા માટે કલરનો ઉપયોગ કરતા થયા છે. વાનગીને સ્વાદ પૂર્ણ અને યમ્મી બનાવવા માટે કલર ખૂબ મહત્વ ધરાવે છે. પરંતુ શું તમને ખબર છે કૃત્રિમ કલર શેમાંથી બને છે ?

સૌથી પહેલા તો કૃત્રિમ કલર અને પ્રાકૃતિક કલરનો ભેદ જાણી લઇએ. પ્રાકૃતિક કલરમાં તમે હળદર અને કેસરનો ઉ૫યોગ કરતા હોય છીએ. જે સ્વાસ્થ્ય માટે ફાયદેકારક છે. જ્યારે કૃત્રિમ કલર કેમિકલ્સમાંથી બનાવવામાં આવતા હોય છે. જો કે ફુડ કલર્સ સદીયોથી ચાલતુ આવ્યું છે. આ પૂર્વ તે કોલસાના તારમાંથી બનાવવામાં આવતું જે આજે પેટ્રોલથી બનાવાય છે.

તમારી આંખોને કેક પર દેખાતા રંગીન કલર્સ કૃત્રિમ કલર છે. બાલાજી મેડિકલના ચીફ ન્યુટ્રીશન પ્રિયા બર્મા જણાવે છે કે કૃત્રિમ કલર ભોજને સ્વાદિષ્ટ તો બનાવે છે પરંતુ આરોગ્યને જોખમમાં પણ ઉતારે છે. તેમાં રહેલા ટોક્સીક તત્વો શરીર, માટે નુકશાનકારક છે. જો કે તેના પર પ્રતિબંધ નથી જો તમે આ બાબતે ચિંતિત હોય તો ડોક્ટરનો સં૫ર્ક કરી કશો છો. કારણ કે આ પ્રકારના કલરથી તમને એલર્જી પણ થઇ શકે છે.

જો બાળકો આ કલર લેતા હોય તો તેમને અટકાવો તેનાથી ચામડીથી એલર્જી પણ થઇ શકે છે. જો તમે કલર ઉપયોગ કરવા માંગતા હોય તો કુદરતી કલર પણ વાપરી શકો છો.

Loading...