ઓક્સિજનની માંગને પહોંચી વળવા હોસ્પિટલોએ સંગ્રહ શક્તિમાં કર્યો વધારો

કોરોના દર્દીઓ માટે અતિ આવશ્યક ઓક્સિજનના ઉત્પાદન હેતુસર ખાનગી ક્ષેત્રનો મહત્વપૂર્ણ ફાળો

રાજ્યની હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનની માંગમાં અનેક ગણા વધારાને ધ્યાનમાં લઈને ગુજરાતભરની લગભગ એક ડઝન જેટલી કોવિડ -૧૯ નિયુક્ત હોસ્પિટલોએ આ વર્ષે એપ્રિલથી ઓક્સિજન સંગ્રહ કરવાની ક્ષમતા વધારવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે.

કોવિડ -૧૯ દર્દીઓની સારવાર કરતી રાજ્યની હોસ્પિટલોમાં તાજેતરમાં તબીબી ઓક્સિજન સપ્લાયની તંગી આવી હતી.  અમદાવાદમાં અનેક મધ્યમ અને નાના-પાયાની હોસ્પિટલોએ જીવનદાન આપતા ગેસની શોધખોળ કરી છે જે હવે કોવિડ -૧૯ સારવારની કરોડરજ્જુ સમાન છે.

ગુજરાતમાં મેડિકલ ઓક્સિજનના સૌથી મોટા ઉત્પાદક આઈનોક્ષ એર પ્રોડક્ટ્સ પ્રા.લિ. એકલા જ ૧૦ મોટી કોવિડ -૧૯ હોસ્પિટલોમાં ૧૫ જથ્થાબંધ વેક્યૂમ-ઇન્સ્યુલેટેડ સ્ટોરેજ ટેન્ક્સ સ્થાપિત કરી ચૂક્યું છે. જેમાં સિવિલ હોસ્પિટલ, યુનિએમઆઈસીઆરસી અને સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત આઇકેડીઆરસી, સુરતની એસએમઆઈએમઆર હોસ્પિટલ, ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલ તેમજ વડોદરાની જીએમઆરએસનો સમાવેશ થાય છે.

ઓક્સીજનની ટેન્કમાં ૧.૫ લાખ લિટર લિક્વિડ ઓક્સિજન સંગ્રહિત કરવાની ક્ષમતા છે. વિવિધ સરકારી હોસ્પિટલોમાં ખૂબ જ ઓછા સમયમાં આ સ્ટોરેજ ટેન્ક્સ સ્થાપિત કરવા માટે ચોવીસ કલાક કામ કરવામાં આવ્યું હતું.

કારણ કે માત્ર સિલિન્ડરો દ્વારા ઓક્સિજનની માંગ  પૂરી થઈ શકે તેવી પરિસ્થિતિ હાલ રહી નથી. જે વિશે ઓક્સિજન પૂરું સપ્લાય કરતી કંપનીએ એમના એક અહેવાલ માં જણાવ્યું હતું.  આ કંપનીઓ ૫૦૦ થી વધુ હોસ્પિટલોમાં સીધો  અને રિફીલિંગ દ્વારા ઓક્સિજનની સપ્લાય પણ કરે છે.

સરકારી ક્ષેત્રની તુલનામાં, ખાનગી હોસ્પિટલોમાં પ્રવાહી ઓક્સિજન ટાંકીનો વ્યાપ ઓછો છે.  અમદાવાદમાં એચસીજી અને સ્ટર્લિંગ હોસ્પિટલ જેવી કેટલીક હોસ્પિટલોએ ટેન્ક્સની પસંદગી કરી છે તેવું એચસીજી હોસ્પિટલના સીઈઓ અને મેડિકલ ડિરેક્ટર ડો.ભરત ગઢવી એ જણાવ્યું હતું.

ઘણા પ્રશ્નો બાદ ઓક્સીજન ઉત્પન્ન કરવાની પરવાનગીનું લાઇસન્સ મળ્યું છે. સીટી સર્જને જણાવ્યું હતું કે કોવિડ મહામારીમાં ઓક્સીજન પ્લાન્ટ અમને ખુબજ કામમાં આવ્યો છે. આ પ્લાન્ટથી ઘણા દર્દીઓનો જીવ બચાવી શકાયો છે.

હોસ્પિટલોએ વાતાવરણમાંથી ઓક્સિજન મેળવવાનું કર્યું શરૂ

કોવિડ-૧૯ રોગચાળાને કારણે માંગમાં વધારો થતાં શહેરની મધ્યમ કદની હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજન સપ્લાય પર ભારે દબાણ આવ્યું છે. સ્થાનિક હોસ્પિટલો દર્દીઓ માટે પોતાનો ઓક્સિજન પેદા કરવા હેતુસર  આત્મનિર્ભર બની છે.  એપિક હોસ્પિટલે ઓક્સીજન બનવવાનો  પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. જે હવામાંથી ઓક્સીજન ઉત્પન્ન કરે છે.  આ પ્લાન્ટ ઓક્સિજનને શુદ્ધ કરે છે અને આઈસીયુએસમાં ઉપયોગ માટે હોસ્પિટલમાં પહોંચાડે છે. આ પ્લાન્ટ ૨૪ કલાકમાં ૯૦ ઓક્સિજન સિલિન્ડરો જેટલો ઓક્સીજન પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. એપિક હોસ્પિટલ એ અમદાવાદની એકમાત્ર હોસ્પિટલ છે જેનો આ પ્રકારનો ઓક્સિજન વિભાજક પ્લાન્ટ છે. અગ્રણી કાર્ડિયો-થોરાસિક સર્જન અને એપિક હોસ્પિટલના સ્થાપક ડો. અનિલ જૈને ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે જ્યારે હોસ્પિટલો તબીબી ઓક્સિજનની સપ્લાય સાથે સંઘર્ષ કરી રહી છે ત્યારે આ રોગચાળા દરમિયાન યુનિટ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે અમે એક વર્ષ પહેલા હોસ્પિટલ શરૂ કરી હતી, ત્યારે અમે કોઈ સિલિન્ડરો પર વિશ્વાસ રાખવા માંગતા ન હતા જેમાં ખૂબ જ માનવશક્તિ અને નિયંત્રણની જરૂર હતી. પ્રવાહી ઓક્સિજન ટાંકી હોવી શક્ય ન હતી કેમ કે તેને ઘણી જગ્યાની જરૂર છે અને ત્યાં આગ લાગવાનો પણ ભય રહે છે.

Loading...