Abtak Media Google News

બી ડિવિઝન પોલીસે રહેણાંક મકાન ચાલતી ઘોડીપાસાની કલબ ઉપર દરોડો પાડી ૧૨ શખ્સોને ઝડપી લીધા

મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરામાં ધમધમતી ઘોડીપાસાની જુગાર કલબ ઉપર ત્રાટકી બી ડિવિઝન પોલીસે જુગાર રમતા ૧૨ શખ્સોને  ઝડપી લઈ રૂપિયા ૧૮,૩૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પ્રોબેશનર પીએસઆઇ એલ.બી.બગડાને મળેલી બાતમીને આધારે પીઆઇ આર.કે.ઝાલા સહિતની ટીમે મગનભાઈ મોહનભાઇ મૂછડીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી ઘોડિપાસનો જુગાર રમતા ૧૨ લોકોને ઝડપી લીધા હતા.
આ દરોડામાં પોલીસે મગનભાઈ મોહનભાઈ મૂછડીયા, હિમતભાઈ ભીખાભાઇ જાદવ, મહેબૂબ અબ્દુલભાઇ ખલીફા, હિતેશ હિમતભાઈ મૂછડીયા, દિલીપભાઈ કાનજીભાઈ બદધા, કાસમભાઈ જાકુબભાઈ, સીદીકભાઈ અમરભાઈ સુમરા, ગિરીશ દેવજીભાઈ ચૌહાણ, મુકેશ હીરાભાઈ ચાવડા, સંજય નથુભાઈ વાઘેલા, હિમત મનુભાઈ મૂછડીયા અને હરેશ જગદીશભાઈ સારેશા રે.તમામ વિશિપરા વાળાને ઝડપી લીધા હતા.
ઘોડીપાસના દરોડા દરમિયાન પોલીસે ૧૫,૧૦૦ રોકડા , ૮ મોબાઈલ કિ. ૩૨૦૦ સહિત કુલ રૂ. ૧૮૩૦૦ નો મુદામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.