Abtak Media Google News

કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાના હસ્તે શાલ અને મોમેન્ટો અર્પણ: અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

સમાજમાં વિવિધ ક્ષેત્રે અને‚ પ્રદાન આપનારા અને તાજેતરમાં રાજય સરકાર દ્વારા વિવિધ એવોર્ડથી નવાજવામાં આવેલા આગેવાનોનું તાજેતરમાં સરગમ કલબ દ્વારા જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. કર્ણાટકના રાજયપાલ અને સરગમ પરિવારના માર્ગદર્શક વજુભાઈ વાળાએ આ મહાનુભાવોનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.

આ તકે બિન અનામત વર્ગ/ શિક્ષણ અને આર્થિક વિકાસ બોર્ડના ચેરમેન બાબુલાલ ઘોડાસરા, બિન અનામત વર્ગોના આયોજન બોર્ડના અધ્યક્ષ હંસરાજભાઈ ગજેરા, લોક કલા ક્ષેત્રે ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરનાર હાસ્ય કલાકાર શાહબુદીનભાઈ રાઠોડ, લોક કલા ક્ષેત્રે ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરનાર લોક કલાકાર ઓસમાણભાઈ મીર, ધી‚ભાઈ સરવૈયા, નાટય ક્ષેત્રે ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરનાર નયન ભટ્ટ, નૃત્ય ક્ષેત્રે ગૌરવ પુરસ્કાર મેળવનાર પૂર્વી શેઠ અને નૃત્ય ક્ષેત્રે જ ગૌરવ પુરસ્કાર મેળવનાર ડો.નિખીલ ભટ્ટ સહિતનાઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી તેમજ નાટય ક્ષેત્રે ગૌરવ પુરસ્કાર મેળવનાર ડો.જયોતિબેન રાજયગુરુ ઉપસ્થિત રહી શકયા ન હતા.

કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, આ મહાનુભાવોએ લોક કલા, નાટય અને નૃત્ય ક્ષેત્રે આપણો સાંસ્કૃતિક વારસો ઉજાગર કર્યો છે. પોતાના સન્માનના પ્રતિભાવમાં ધી‚ભાઈ સરવૈયા અને શાહબુદીનભાઈ રાઠોડે કહ્યું હતું કે, સરગમ કલબે અમા‚ સન્માન કરીને કલાનું સન્માન કર્યું છે. અમે રાજકોટની જનતા માટે હંમેશા અમારી કલાનું પ્રદર્શન કરતા રહીશું. ઓસમાણભાઈ મીરે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, સરગમ કલબ જેવી સંસ્થાએ અમારું સન્માન કરીને અમારું નહીં પરંતુ લોકકલાનું ગૌરવ વધાર્યું છે. ઓસમાણ મીરે ઉપસ્થિત લોકોની માંગણીને માન આપીને પોતાના કંઠે મન મોર બની થનગાટ કરે લલકાર્યું હતું.

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, સરગમ કલબ વર્ષોથી વિવિધ ક્ષેત્રે સુંદર કામગીરી કરનારાઓનું સન્માન કરે છે અને આ વખતે પણ આ પરંપરા જાળવી રાખી છે. આ સન્માન સમારોહમાં વિવિધ ક્ષેબના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.