હોંગકોંગે ફરી એક વખત ભારતીય પેસેન્જર પર લગામ મુકી

એર ઈન્ડિયાની ફલાઈટને પાંચમી વખત હોંગકોંગ માટે ઉડાન ભરવા પર ૩ ડિસેમ્બર સુધી પ્રતિબંધ મુકયો

હાલ વૈશ્ર્વિક મહામારી કોરોના વિશ્ર્વ આખાને ધમરોળી રહ્યું છે ત્યારે કોરોનાની પ્રથમ વેવ વિશ્ર્વ આખામાં પ્રસ્થાપિત થઈ ગઈ છે જયારે અન્ય દેશોમાં પણ બીજી વેવ શરૂ થઈ છે. આ સ્થિતિને ધ્યાને લઈ હોંગકોંગ સરકારે એર ઈન્ડિયાની ફલાઈટ કે જેમાં દિલ્હીથી ઉડાન ભરતા યાત્રિકો હોંગકોંગ આવી રહ્યા હોય તેના પર ૩ ડિસેમ્બર સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હોંગકોંગ સરકારનું માનવું છે કે જે યાત્રિકો હોંગકોંગ, દિલ્હી અથવા મુંબઈ મારફતે આવી રહ્યા હોય તેઓ હોંગકોંગ એરપોર્ટ પર પોઝીટીવ જોવા મળતા તેમના પર હાલ પ્રતિબંધ લદાયો છે.

હોંગકોંગ દ્વારા એર ઈન્ડિયાની ફલાઈટને પાંચમી વખત ઉડાન ભરવા પર પ્રતિબંધ મુકયો છે જેમાં પ્રથમ ૧૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ, ૨૦ સપ્ટેમ્બરથી ૩ ઓકટોબર, ૧૭ ઓકટોબરથી ૩૦ ઓકટોબર, ૨૮ ઓકટોબર થી ૧૦ નવેમ્બર અને હવે ૩ ડિસેમ્બર સુધી એર ઈન્ડિયાની ફલાઈટ હોંગકોંગ ખાતે નહીં આવી શકે. અન્ય પ્રાઈવેટ ફલાઈટમાં યાત્રિકોએ હોંગકોંગનો પ્રવાસ કરવો હોય તો તેઓએ ઉડાન ભર્યાના ૭૨ કલાક પૂર્વે તેમનો કોવિડ ટેસ્ટ નેગેટીવ આવ્યો હોવાનું જણાવવુ પડશે અને તે અંગેનો રિપોર્ટ પણ આપવો પડશે જો આ કરવામાં કોઈપણ યાત્રિકો નિષ્ફળ નિવડશે તો તેઓને હોંગકોંગ માટેની ઉડાન ભરવા દેવામાં નહીં અવાય. હોંગકોંગ સરકારે માત્ર ભારત જ નહીં પરંતુ બાંગ્લાદેશ, ઈથોપીયા, ફ્રાંસ, ઈન્ડોનેશિયા, કઝાકિસ્તાન, નેપાળ, પાકિસ્તાન, ફિલિપા ઈન્સ, રશિયા, સાઉથ આફ્રિકા, યુકે અને યુ.એસ.ના યાત્રિકો માટે પ્રતિબંધ મુકયો છે.

Loading...